પાટણ જિલ્લામાં ઘરેલુ એલ.પી.જી. સિલિન્ડરની કાળા બજારી રોકવા અને સામાન્ય ગ્રાહકોને સમયસર પુરવઠો મળી રહે તે માટે પાટણ પુરવઠા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. પુરવઠા વિભાગની ટીમે હોટલ,ઢાબા અને ટી-સ્ટોલ પર ઘરેલુ ગેસનો ગેરકાયદે વપરાશ થતો હોવાની ફરિયાદો મળતા 55 સ્થળોએ સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સિદ્ધપુરના રામદેવઢાબા અને પાટણના રીઅલ પેપરીકા, કર્ણાવતી ફાસ્ટફૂડ સહિતના એકમો માંથી 14 ઘરેલુ સિલિન્ડર જપ્ત કરી રૂ. 35,916 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યાવસાયિક એકમ ઘરેલુ સિલિન્ડર વાપરતા પકડાશે, તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાર્યવાહી થશે. ગ્રાહકોને પણ ગેસનો બિનઅધિકૃત સંગ્રહ ન કરવા અને સુરક્ષા જાળવવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
પાટણમાં પુરવઠા તંત્રનો સપાટો : 55 સ્થળોએ તપાસ કરી ઘરેલુ ગેસના 14 બાટલા જપ્ત કર્યા

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
4 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
4 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
4 દિવસ પહેલા
