રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા23 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસાના ગાયત્રી સર્કલ પર રોંગ સાઈડમાં દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરાઈ

ડીસાના ગાયત્રી સર્કલ પર રોંગ સાઈડમાં દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરાઈ

ડીસા શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે ડીસા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગાયત્રી સર્કલ વિસ્તારમાં 'રોંગ સાઈડ'માં આવતા વાહનો સામે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ પરથી હાઈવે પર આવેલી સોસાયટીઓમાં અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સોસાયટીના રહીશો 'રોંગ સાઈડ'માં અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ મજબૂરીને કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવાની ફરિયાદો ઉઠી છે. જોકે, ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પોલીસે આજે સખત પગલાં લીધા હતા.ડીસા ટ્રાફિક પોલીસે ગાયત્રી સર્કલ પર ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે સપાટો બોલાવ્યો હતો. 'રોંગ સાઈડ'માં દોડતા સંખ્યાબંધ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા, જેનાથી નિયમભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક નાગરિકો તરફથી ગાયત્રી સર્કલ પર અડિંગો જમાવીને બેઠેલા પેસેન્જર વાહનો સામે પણ કડક કાર્યવાહી કરીને સર્વિસ રોડ ખુલ્લો મુકવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.વળી, બીજી તરફ ડીસા હાઈવે પર કાળા કાચ લગાવીને ફરતા ફોર-વ્હીલર વાહનચાલકો સામે પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી આવા વાહનચાલકોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે.શહેરની જનતામાં એવી માગ ઉઠી છે કે, ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અને માર્ગ નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા આ પ્રકારની કડક કાર્યવાહી રોજબરોજ ચાલુ રાખવામાં આવે.

સંબંધિત સમાચાર