રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે કડક કાર્યવાહી

ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે કડક કાર્યવાહી
વેરા બાકીદારોના 20 પાણીના કનેકશન કાપી દેવાયા: ડીસા નગરપાલિકા દ્વારા હવે વેરા વસુલાત માટે સધન ઝુંબેસ હાથ ધરવામાં આવી છે.જેમાં રીઢા બાકી દારોના પાણીના કનેક્શન કાપવાની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસા નગરમાં રહેતા અને પ્રોપર્ટી ધરાવતા કેટલાક રીઢા બાકીદારો દ્વારા વેરા ભરવામાં આવતા નથી. જેથી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે સધન ઝુબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ટીમો બનાવી 20 થી વધુ વેરા બાકીદારોના પાણી કનેક્શન આપી દેવામાં આવ્યા છે.ડીસા નગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડ વાઇઝ રિકવરી માટે ટીમો બનાવી વેરા વસુલાત માટેની કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સૌપ્રથમ બાકીદારોના પાણીના કનેક્શન કાપી નાખવા ત્યારબાદ બાકીદારો અને મિલકતદારો સામે જપ્તીની નોટીસ ઇસ્યુ કરવાની અને જો સમયસર વેરો નહી ભરે તો પ્રોપર્ટીને જપ્ત કરવાની અને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ બાબતે નગરપાલિકાના અધિકારી મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે વેરા બાકીદારોના પ્રથમ પાણી કનેક્શન કાપવામાં આવશે બાદમાં મિલ્કત સીલ કરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે અને બાદમાં ન્યુઝ પેપરમાં જાહેર નોટિસ આપી હરાજી કરવામાં આવશે. જોકે બાકીદારો માટે હજુ પણ વેરા ભરવા માટેનો સમય છે. તેથી બાકીદારોને સત્વરે વેરો ભરી દેવાની અપીલ પણ કરી હતી.

સંબંધિત સમાચાર