રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસામાં રખડતા ઢોર : અકસ્માતને ખુલ્લું આમંત્રણ

ડીસામાં રખડતા ઢોર : અકસ્માતને ખુલ્લું આમંત્રણ
તંત્રની ઘોર લાપરવાહીથી નાગરીકોની સલામતી સામે ગંભીર સવાલો ઉઠ્યા ​ગુજરાતના અન્ય શહેરોની જેમ ડીસામાં પણ રખડતા ઢોરની સમસ્યા વિકટ બની રહી છે. શહેરમાં મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં બેફામ ફરતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓ માટે સતત જોખમ ઊભું કરી રહ્યા છે. આ ઢોર અનેક અકસ્માતોનું કારણ બન્યા છે, જેના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે અથવા ગંભીર ઇજાઓ થઈ છે. આ પરિસ્થિતિ શહેરના વહીવટી તંત્રની બેદરકારી અને આ મુદ્દાને હળવાશથી લેવાની નીતિ પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. ડીસાના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને નવા બસ સ્ટેન્ડ, હવાઈ પિલર, ગાયત્રી મંદિર વિસ્તાર, ચંદ્રલોક રોડ,રેલવે સ્ટેશન રોડ અને મુખ્ય બજારના રસ્તાઓ પર ઢોરના ટોળેટોળા જોવા મળે છે. રાત્રિના સમયે, જ્યારે રસ્તાઓ પર પૂરતી લાઇટિંગ હોતી નથી, ત્યારે પણ આ ઢોર અચાનક રસ્તા પર આવી જાય છે અને અકસ્માતનું કારણ બને છે. વાહન ચાલકો માટે આ ઢોરને અંધારામાં જોઈ શકવા મુશ્કેલ બને છે, જેના કારણે વાહન ચાલક પોતાનું નિયંત્રણ ગુમાવી બેસે છે અને અકસ્માત સર્જાય છે. ભૂતકાળમાં આવા અનેક બનાવો બન્યા છે જેમાં લોકોએ અન્ય વાહનો સાથે અથડાઈને જીવ ગુમાવ્યા છે.રખડતા ઢોરને લઈ વૃધ્ધો, મહિલાઓ અને બાળકો બહાર નીકળતા પણ અચકાય છે અને લોકો સતત ભયના ઓથાર હેઠળ રહેવા મજબુર બને છે. ​આ સમસ્યા સામે ડીસા નગરપાલિકા દ્વારા પૂરતા પગલાં લેવાયા નથી તેવું નાગરિકોનું કહેવું છે. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ હોય ​​તેવું લાગી રહ્યું છે, કારણ કે આ સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. ઢોર માલિકો સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી, જેના કારણે તેઓ બેફિકર બનીને પોતાના પશુઓને રસ્તા પર છોડી મૂકે છે. સ્થાનિક લોકોની મુખ્ય માગણી એ છે કે નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. આ માટે, ઢોર પકડવાની ઝુંબેશને વધુ સઘન બનાવવી જોઈએ અને ઢોર માલિકો સામે દંડ સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત, શહેરમાં જ્યાં ઢોરને રાખી શકાય તેવા સ્થળો (કેટલ પાઉન્ડ) ની વ્યવસ્થા કરવી પણ જરૂરી બની ગઈ છે.

સંબંધિત સમાચાર