રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા25 ફેબ્રુઆરી, 2026| Super Admin

ઈડરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કોલ સેન્ટર ઝડપ્યું : 21 લોકોની અટકાયત કરાઈ

ઈડરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કોલ સેન્ટર ઝડપ્યું : 21 લોકોની અટકાયત કરાઈ

ઈડરના બરવાવ રોડ પર આવેલા એક મિનરલ પ્લાન્ટના બિલ્ડિંગમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર બે દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા 21 લોકોની અટકાયત કરવામાં આવી હતી. SMC ટીમે પૂછપરછ બાદ આશરે રૂ. 20.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મંગળવારે, પકડાયેલા 21 લોકો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના ભરતભાઈ પીઠાભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ કોલ સેન્ટર આશરે આઠ મહિનાથી કાર્યરત હતું. આરોપીઓ અમેરિકામાં સામાન્ય નામો ધારણ કરીને લોકોને ફોન કરતા હતા. તેઓ અમેરિકાના નાગરિક ન હોવા છતાં, લોન આપવાની લાલચ આપીને લોકોને ફસાવતા હતા. લોન મેળવવા ઈચ્છુક લોકોને 'વેરિફિકેશન ફી', 'લોન પ્રોસેસિંગ' અને 'એગ્રીમેન્ટ' ના નામે 50 થી 200 ડોલર પડાવી લેવામાં આવતા હતા. SMC ને મળેલી ચોક્કસ બાતમી અને પુરાવાના આધારે ટીમે દરોડો પાડી 15 કલાકની મહેનત બાદ 21 લોકોના નિવેદન લીધા હતા. આધારભૂત માહિતી મુજબ, 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 11 ફરાર છે. તેમની વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 316(2), 319(2), 3, 18(4) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (સી), (ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SMC દ્વારા ઝડપાયેલા આ કોલ સેન્ટરની તપાસ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને સોંપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આ મામલે તપાસ માટે એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી છે.        

સંબંધિત સમાચાર