મુખ્યમંત્રીએ પરિવારને સાંત્વના આપી; રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલનું ૮૫ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રા સાંજે ૫ વાગ્યે વિસનગરમાં આવેલ તેમના નિવાસસ્થાનેથી નીકળી અને સિદ્ધપુર ખાતે આવેલા મુક્તિધામમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કમળાબાને પુષ્પમાળા અર્પણ કરીને ઋષિકેશભાઈ પટેલને અણધારી આવી પડેલી દુઃખ ઘડીમાં સાંત્વના પાઠવી હતી. જ્યારે ભાજપના પ્રવકતા જયરાજસિંહ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ, જીલા વિકાસ અધિકારી હસરત જૈસ્મિન, જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકતોઓએ ઉપસ્થિત રહી દિવંગત કમળાબાને પુષ્પાંજલી અર્પણ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.
રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રીનું ૮૫ વર્ષની વયે નિધન

ટેગ્સ:#Health Minister#Mehsana District#Community Support#Visnagar#Family support#Chief Minister Bhupendrabhai Patel#Last Rites#Hrishikesh Patel#Kamlaben Ganeshbhai Patel#Mother's Passing#BJP Leaders
સંબંધિત સમાચાર
મહેસાણાબહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણાની ખારી નદી જોખમમાં! ગેરકાયદે ઝેરી કેમિકલ ઠાલવતું નેટવર્ક પોલીસના સકંજામાં
2 દિવસ પહેલા
મહેસાણાગાંધીનગર ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: ઊંઝામાં કેમિકલયુક્ત કલરવાળી વરિયાળીનું ષડયંત્ર ઝડપાયું
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા: પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા
2 દિવસ પહેલા
