રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત10 માર્ચ, 2026| Super Admin

શ્રીલંકા ક્રિકેટ ટીમને મળ્યા નવો મુખ્ય કોચ

શ્રીલંકા ક્રિકેટ ટીમને મળ્યા નવો મુખ્ય કોચ

શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટિંગ દિગ્ગજ ગેરી કર્સ્ટનને તેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રીલંકાની ટીમ T20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8 તબક્કામાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી, સનથ જયસૂર્યાએ મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. શ્રીલંકાની ટીમ સુપર-8 તબક્કામાં એક પણ મેચ જીતી શકી ન હતી. આ પછી જ જયસૂર્યાએ પદ છોડવાનો નિર્ણય લીધો. કર્સ્ટન 15 એપ્રિલથી મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમને બે વર્ષના કરાર પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ T20 વર્લ્ડ કપ 2026 માં નામિબિયાની ટીમના સલાહકાર હતા. ગેરી કિર્સ્ટન ત્રણેય ફોર્મેટમાં શ્રીલંકન ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપશે. આ પદ સંભાળ્યા પછી તેમનું ધ્યાન 2027 ના ODI વર્લ્ડ કપ પર રહેશે. તેઓ ઇચ્છે છે કે તેમની ટીમ આ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરે. કિર્સ્ટન અગાઉ ભારત અને પાકિસ્તાનને કોચિંગ આપી ચૂક્યા છે. આગામી બે વર્ષમાં શ્રીલંકન ટીમ તેમના કાર્યકાળ દરમિયાન કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે. કર્સ્ટન અંગે, શ્રીલંકા ક્રિકેટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે કર્સ્ટનની મુખ્ય જવાબદારીઓમાં શ્રીલંકાની રાષ્ટ્રીય પુરુષ ટીમને ICC પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 માટે તૈયારી અને અભિયાનમાં માર્ગદર્શન આપવાનો સમાવેશ થશે. કર્સ્ટન 1993 થી 2004 સુધીની તેમની કારકિર્દી દરમિયાન દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક હતા. તેમણે ટેસ્ટ અને વન ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં સંયુક્ત રીતે 14,000 થી વધુ રન બનાવ્યા. તેમના નામે ટેસ્ટમાં 21 સદી અને ODIમાં 13 સદી છે. નોંધનીય છે કે કિર્સ્ટન પાસે કોચિંગનો બહોળો અનુભવ છે. તેમના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 2011નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ તેમણે આગામી બે વર્ષ (2011 થી 2013) માટે પોતાની ટીમ, દક્ષિણ આફ્રિકાને કોચિંગ આપ્યું હતું. કિર્સ્ટન પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જોકે, પાકિસ્તાની ટીમ સાથેનો તેમનો કાર્યકાળ વિવાદોમાં ઘેરાયેલો રહ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનનું પ્રદર્શન નબળું રહ્યું હતું.

સંબંધિત સમાચાર