7 ગુજરાત બટાલિયન NCC, મહેસાણા અને NGES સંચાલિત પી. કે. કોટવાલા આર્ટ્સ કોલેજ, એમ. એન. સાયન્સ કોલેજ તથા ટી. એસ. આર. કોમર્સ કોલેજ અને HNGU ના NCC યુનિટ દ્વારા શુક્રવારે આત્મનિર્ભર ભારત અને પેપર બેગ દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત એક રેલીના આયોજનથી કરવામાં આવ્યું હતું. જેમાં ટીબી ત્રણ રસ્તાથી લઈને યુનિવર્સિટી અને ત્યાંથી કોલેજ કેમ્પસ સુધી ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના પોસ્ટરો અને કાગળની બેગ લઈને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને લોકોને સમજાવવામાં આવ્યા હતા, ત્યારબાદ NGES કેમ્પસમાં પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ એક્ટિવિટી હાથ ધરવામાં આવી હતી.જેમાં એક ખાડો કરી પ્લાસ્ટિક નાખવામાં આવ્યું હતું એમાં NCC ના સર્વે કેડેટ ANO અને આર્મીનો સ્ટાફ જોડાયો હતો. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિક મુકિત અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો. ત્યારબાદ કેમ્પસમાં પેપર બેગ કેવી રીતે બનાવવી જેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ “આત્મનિર્ભર ભારત” વિષયક પ્રવચન સત્ર યોજાયું હતું, જેમાં સન્માન સાથે NGES કેમ્પસ સૉંગની પ્રસ્તુતિ પછી મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત ડૉ. પરીક્ષિતસિંહ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ NCC કેડેટ્સ દ્વારા આત્મનિર્ભર ભારત વિષય પર ઉત્તમ વક્તવ્ય રજૂ થયા હતા.
આત્મનિર્ભર ભારત અને પેપર બેગ દિવસ નિમિત્તે NCC યુનિટ દ્વારા વિશેષ આયોજન

ટેગ્સ:#mehsana#Workshop#Community Engagement#Environmental Awareness#NCC Cadets#Self-Reliant India#NCC Unit#Paper Bag Day#7 Gujarat Battalion NCC#HNGU#Lecture Session
સંબંધિત સમાચાર
પાટણપાટણના ચતુર્ભુજ બગીચા નજીક એપલ સલૂન- બ્યુટી પાલૅરની આડમાં ચાલતું જુગારધામ પકડાયું
3 દિવસ પહેલા
પાટણપાટણના ખેડૂતોએ NH - 68 બાયપાસ એલાઇનમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કર્યુ
3 દિવસ પહેલા
પાટણપાટણના મોટીભાટિયાવાડ અને રઘુનાથજી પોળમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત
3 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવરમાં જાળમાંથી જળચરોને જીવદયા પ્રેમીઓએ મુક્ત કર્યા
3 દિવસ પહેલા
