રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત19 જુલાઈ, 2025| Super Admin

રાજકોટમાં લોકમેળા માટે રાજ્ય સરકારે SOPના નિયમોમાં કર્યા ફેરફાર; અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત

રાજકોટમાં લોકમેળા માટે રાજ્ય સરકારે SOPના નિયમોમાં કર્યા ફેરફાર; અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત

(જી.એન.એસ) તા. 18

રાજકોટ,

 સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે SOP ઘડવામાં આવી છે જેમાં આ વર્ષે સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવતા અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહતના સમાચાર આવ્યા છે.

એસઓપી માં સૌથી મોટો અને રાહત આપનારો નિર્ણય એ છે કે, હવે મેળામાં દુકાનો કે સ્ટોલ માટે RCC (રીઈન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ) ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. અગાઉ આ નિયમ લાગુ પડતો હોવાથી ખર્ચ અને સમય બંનેનો વ્યય થતો હતો. તેના બદલે, હવે સોઈલ ટેસ્ટ (માટી પરીક્ષણ) રિપોર્ટ માન્ય રાખવામાં આવશે. આ નિર્ણયથી મેળાના આયોજનમાં સરળતા રહેશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે.

લોકમેળાના ફોર્મ ભરવાની ત્રીજી મુદત પૂર્ણ થઈ હોવા છતાં રાઇડ્સના ફોર્મ ન ભરાયા  હોવાનું પણ સામે આવ્યું હતું. જેની પાછળનું કારણ સખત SOP હોવાનું જણાયું હતું. જ્યારે હવે રાજ્ય સરકારે લોકમેળાને લઈને SOPના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો સહિતના લોકોને મોટી રાહત મળશે. 

લોકમેળાને લઈને સરકારે SOPના નિયમો હળવા કર્યા 

રાજ્યમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ના નિયમોને રાજકોટમાં લોકમેળો યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા હતા. જ્યારે હવે સરકારે SOPના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો અને મેળાના ચાહકોએ રાહત અનુભવી છે. નવા નિયમો મુજબ, હવે મેળામાં સ્થાપિત કરાતી દુકાનો કે સ્ટોલમાં હવે RRC ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. જેમાં હવે સોઈલ ટેસ્ટ રિપોર્ટને માન્ય રાખવામાં આવશે. આમ થવાથી આયોજકોને વધુ ખર્ચ થતો અટકશે અને સમયનો વ્યય નહીં થાય.



Source link

સંબંધિત સમાચાર