રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા14 માર્ચ, 2026| Super Admin

સાબરકાંઠા SOGએ કાંકરોલ પાસેથી માદક પદાર્થો સાથે ચાર લોકોને ઝડપ્યા

સાબરકાંઠા SOGએ કાંકરોલ પાસેથી માદક પદાર્થો સાથે ચાર લોકોને ઝડપ્યા

સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાંકરોલ પાસે નેશનલ હાઈવે પરથી માદક પદાર્થો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે MD, ચરસ અને અફીણ સહિત કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા SOGના PI ડી.સી.પરમારના જણાવ્યા અનુસાર, PSI કે.યુ.ચૌધરી, પી.એમ.ઝાલા અને SOG સ્ટાફ નાર્કોટિક્સ સેલની વોચમાં હતા. તે દરમિયાન સ્ટાફના અતુલસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગરના સહકારી વિસ્તારમાંથી રાત્રે એક ઇકો ગાડી (રજી. નં-GJ 09BD 1868) માં ચાર ઇસમો માદક પદાર્થ લઈને શામળાજી તરફ જવાના છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક હિંમતનગર-શામળાજી હાઈવે પર, સ્વામિનારાયણ મંદિરના પૂર્વ દિશાના કોટની સામે સરકારી પંચોની રૂબરૂમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, ઇકો ગાડીમાંથી ચાર શખ્સો પાસેથી 55 ગ્રામ મેફેડ્રોન (MD) જેની કિંમત રૂ. 1,65,000, 113 ગ્રામ અફીણ જેની કિંમત રૂ. 56,500, અને 39 ગ્રામ ચરસ જેની કિંમત રૂ. 48,750 મળી આવ્યા હતા. કુલ રૂ. 2,70,250 ના માદક પદાર્થો અને ઇકો ગાડી સહિત કુલ રૂ. 7,06,950 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર એક સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.        

સંબંધિત સમાચાર