રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 એપ્રિલ, 2025| Super Admin

બનાસકાંઠા ના બોર્ડર ઉપર આવેલ ગામ ના બે મકાન માં તસ્કરો ત્રાટકયા

બનાસકાંઠા ના બોર્ડર ઉપર આવેલ ગામ ના બે મકાન માં તસ્કરો ત્રાટકયા
વડગામના ધારેવાડા ગામે પરિવાર રાત્રે બહાર સૂતો રહ્યો અને તસ્કરો  રૂ. ચાર લાખની મત્તા ઉઠાવી ગયા તસ્કરો સોના - ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી લાખો ની મત્તા ઉઠાવી જતા લોકોમાં દહેશત, પોલીસે તપાસ હાથ ધરી; વડગામ તાલુકાના ધારેવાડા ગામે બુધવાર રાત્રે તસ્કરોએ બે મકાન ને નિશાન બનાવી સોના - ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ. ૪ લાખ છ હજાર પાનસો ની મત્તા ઉઠાવી જતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છાપી પોલીસ ને ઘટના ની જાણ થતાં તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠાની બોર્ડર ઉપર આવેલ વડગામ તાલુકાના ધારેવાડા ગામે દૂધ મંડળી પાસે રહેતા રમેશભાઈ જોઈતાભાઈ પરમાર પરિવાર સાથે બુધવાર રાત્રે ઘરની બહાર સુતા હતા.તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ઘરના રસોડાની બારી તોડી અંદર પ્રવેશ કરી ઘરના દરવાજા ને અંદર થી લોક કરી ઘરમાં પડેલ ગોડદા તિજોરીમાં પડેલ  ચાવી દ્રારા દાગીના પડેલ તિજોરી ખોલી સોના- ચાંદીના દાગીના રોકડ મળી કુલ રૂપિયા ૨,૬૨ ૫૦૦ ની મત્તા ઉઠાવી ગયા હતા. જ્યારે ગામમાં આવેલ અલ્પેશભાઈ શામજીભાઈ ચૌધરીના મકાન ને પણ તસ્કરોએ નિશાન બનાવી મકાન માંથી ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ૨૭ હજાર મળી ૮૪ હજારની મત્તા ઉઠાવી ગયા હતા. અજાણ્યા તસ્કરો દ્રારા એકજ રાત મા કુલ બે મકાન ને નિશાન બનાવી કુલ રૂપિયા ૪ લાખ છ હજાર પાંનસો ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી ની ઘટના ને લઈ મકાન માલિક રમેશભાઈ પરમારે છાપી પોલીસ મથકે ગુરુવારે ફરિયાદ નોંધાવતા છાપી પોલીસે તપાસ હાથ ધરી હતી. એકજ રાત માં બે મકાન ને તસ્કરોએ નિશાન બનાવતા પંથક માં ખળભળાટ  મચી જવા પામ્યો છે. શુ વસ્તુ ચોરાઈ (૧) સોનાની બુટ્ટી નાની મોટી નંગ - ૪ (૨) સોના નો હોમ નંગ - ૧ (૩) સોનાની ચુની નંગ - ૧ (૪) સોનાનો ડિસ્કો નંગ - ૪ (૫) ચાંદી નું મંગળસૂત્ર નંગ- ૧ (૬) ચાંદી ની તોડી નંગ - ૨ (૭)ચાંદી ના સિક્કા - બિસ્કિટ નંગ - ૮ તેમજ રોકડ રૂપિયા ૮૭૦૦૦

સંબંધિત સમાચાર