સાબરકાંઠા જિલ્લાના હિમતનગર તાલુકાના માથાસુલિયા ગામે તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. ઉનાળાની ઋતુમાં રાત્રિના સમયે આખો પરિવાર ઘરની ઓસરીમાં સૂતો હતો, ત્યારે તસ્કરોએ રસોડાની લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ ₹8 લાખની મત્તા ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. વહેલી સવારે પરિવાર જાગ્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિમતનગરના માથાસુલિયા ગામે સૂતેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, ₹8 લાખની ચોરી

ટેગ્સ:#Himatnagar
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
16 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
