રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત4 જુલાઈ, 2025| Super Admin

ચોટીલામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ચોટીલામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(જી.એન.એસ) તા. 4

ચોટીલા,

રાજ્યમાં દારૂબંધી ખાલી નામની જ હોય તેવો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે જેમાં, સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 8596 વિદેશી દારૂની બોટલો જપ્ત કરીને 10 આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કામગીરી શરૂ કરી છે.

આ ઘટના બાબતે મીડિયા સૂત્રો પ્રાપ્ત માહિતી મુજબ, ચોટીલા તાલુકાના ખેરડી ગામે મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો હોવાની ગાંધીનગર SMCને બાતમી મળી હતી. જેને લઈને SMCની ટીમ દ્વારા ખેરડી ગામ નજીકની નાગરાજ હોટલ પાસેના એક ખેતર ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં એક, બે નહીં પરંતુ 1000 જેટલી વિદેશી દારૂની પેટી ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. 

આ સમગ્ર મામલે પોલીસે દારૂની બોટલ, પીક-અપ કાર સહિતનો કુલ 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોટીલા પોલીસે ચોટીલાના નાની મોલડીના રહેવાસી દિલિપ બાવકુ ધાંધલ સહિત કુલ 10 સામે ફરિયાદ નોંધી છે. જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

સંબંધિત સમાચાર