રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા7 મે, 2026| Super Admin

મસાલા નગરીમાં મંદીનો ફટકો: ઊંઝામાં જીરાના ઘટતા ભાવે જગતના તાતની મુશ્કેલી વધારી

મસાલા નગરીમાં મંદીનો ફટકો: ઊંઝામાં જીરાના ઘટતા ભાવે જગતના તાતની મુશ્કેલી વધારી

ઊંઝા ગંજબજાર કે જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં અત્યારે જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ભાવમાં નોંધપાત્ર ગાબડું પડ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ પ્રતિદિન ૧૭ થી ૧૮ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે. જોકે, તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે. એક જ અઠવાડિયામાં ૨૦ કિલો દીઠ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ ૪૦૦૦ થી ૪૧૦૦ ના ભાવે વેચાતું જીરું અત્યારે ૩૮૦૦ થી ૩૯૦૦ ના સ્તરે પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવું છે અને સ્થાનિક ગરાકી પણ નહિવત હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતો અને વેપારીઓને ૨૦ કિલોએ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ૧૭ હજાર બોરીની આવક સામે માત્ર ૭-૮ હજાર બોરીનો જ વેપાર થઈ રહ્યો છે, જ્યારે બાકીનો માલ વખારોમાં પડ્યો છે. જીરાના ગઢ ગણાતા ઊંઝામાં અત્યારે તેજી ગાયબ જોવા મળી રહી છે, જેની સીધી અસર વેપારીઓ અને ખેડૂતોના આર્થિક સરવૈયા પર પડી રહી છે.

ટેગ્સ:#Unjha#Unjha Market Yard

સંબંધિત સમાચાર