રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભાદરવી પૂનમ મહા મેળામાં ભુલા પડેલા બહેનનું આઠ દિવસ બાદ પરિવાર સાથે સુખદ મિલન

ભાદરવી પૂનમ મહા મેળામાં ભુલા પડેલા બહેનનું આઠ દિવસ બાદ પરિવાર સાથે સુખદ મિલન
સાબરકાંઠા જિલ્લાના માનસિક અસ્થિર બહેન મેળામાં ભુલા પડી ગયા હતા સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુર દ્વારા બહેનનું કાઉન્સિલિંગ કરીને પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવ્યું મહિલા અને બાળ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુર દ્વારા સાબરકાંઠા જિલ્લાની મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાની એક મહિલા કે જેઓ પોતાના પરિવાર સાથે ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. મહિલા પોતે માનસિક અસ્થિર હોવાથી ઘરેથી નીકળી ગયા હતા અને ભાદરવી પુનમના મેળા દરમિયાન આ આશ્રિત બહેન ભીડ સાથે ચાલતા થઈ ગયા હતા અને તેઓ માનસિક બીમાર હોવાથી ભુલા પડી ગયા હતા. આ બહેન મેળામાં આઠ દિવસ સુધી અલગ અલગ સ્થળોએ રહ્યા હતા છેવટે પોલીસ વિભાગને મળી આવ્યા હતા. પોલીસ દ્વારા તેમને સખી વન સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવ્યા હતા. બહેન ખુબજ હતાશ હતા અને વાત કરવાથી પણ ડરતા હતા. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક નીલોફરબેન દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરી સમજાવી આશ્વાસન આપી અને પૂછપરછ કરી અને આપેલ સરનામા પર પૂછપરછ કરતાં તેમનો પરિવાર મળી આવેલ હતો ત્યારબાદ પરિવાર ને જાણ કરી મહિલાને લેવા માટે બોલાવેલ પરિવાર ને જોઈને બહેન રડવા લાગ્યા હતા. આમ, પરામર્શ દ્વારા બહેનનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. બહેનના પરિવારે સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર