રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસામાં શ્રાવણિયા જુગારની ધૂમ; પોલીસે ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરી 20 થી વધુ જુગારીયા ઝડપ્યા

ડીસામાં શ્રાવણિયા જુગારની ધૂમ; પોલીસે ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરી 20 થી વધુ જુગારીયા ઝડપ્યા
ડીસા પંથકમાં શ્રાવણીયા જુગારની ધૂમ મચી છે. પોલીસ જુગારીયાઓને પકડવા સક્રિય બની છે ત્યારે ડીસા તાલુકા અને શહેર અને એલસીબી પોલીસે ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરતા 20 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. ડીસાના સમશેરપુરા ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા 9 શખ્સો રૂ. 4.19 લાખના મુદ્દામાલ સાથે જ્યારે ડીસા આખોલ મોટી ગામની સીમમાં ચાલતા જુગારધામ થી 8 શખ્સો અને ડિસા તિરૂપતિ સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. અંગેની વિગત એવી છે કે ,ડીસા તાલુકાના સમશેરપુરા ગામની સીમમાં એક ખેતરમાં ચાલતા જુગારધામ પર એલ.સી.બી.પાલનપુરની ટીમે દરોડો પાડી નવ શખ્સોની ધરપકડ કરી છે. આ દરોડા દરમિયાન, પોલીસે જુગારના સ્થળેથી 4,19,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં રોકડ, મોબાઈલ ફોન અને એક ઈકો ગાડીનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન જુગારધામનો મુખ્ય સંચાલક ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં રાણપુર રોડ પર આવેલા તિરૂપતિ સોસાયટી નજીક જોગણી માતાના મંદિર સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગંજીપાના, રોકડ રકમ સહિત કુલ 10,510 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પ્રકાશભાઈ લીલાભાઈ રાવળ (ઉ.વ.32), લક્ષ્મણભાઈ હીરાભાઈ રાવળ (ઉ.વ.36) અને અલેશભાઈ તારાજી બારોટ (ઉ.વ.20)ને જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત અન્ય એક જુગારની રેડમાં ડીસા તાલુકાના આખોલ મોટી ગામની સીમમાં એક ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી જુગારના સાધનો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 49,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સંબંધિત સમાચાર