રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 જુલાઈ, 2025| Super Admin

ઊંઝા પાટણ રોડ પર આવેલ શુભ કોમ્પલેક્ષ ખાતે ઠેર ઠેર કચરાના ઢગલાથી દુકાનદારો પરેશાન

ઊંઝા પાટણ રોડ પર આવેલ શુભ કોમ્પલેક્ષ ખાતે ઠેર ઠેર કચરાના ઢગલાથી દુકાનદારો પરેશાન
સંડાસ અને પેશાબઘર પાણી અને સાફ સફાઈ ન થતાં દુર્ગંધથી ખદબદી ઉઠ્યા ઊંઝા પાટણ રોડ આવેલ શુભ કોમ્પલેક્ષ ખાતે યોગ્ય જાળવણીના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.જેને લઈ ટોયલેટ ખાતે ગંદકી જોવા મળી રહી છે. ઉંઝા પાટણ રોડ પર આવેલ શુભ કોમ્પલેક્ષમાં કોન્ટ્રાકટર દ્વારા મેન્ટેન્સની યોગ્ય જાળવણી ન થતાં કોમ્પલેક્ષમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યારે લિપ પણ બંધ હાલતમાં દેખાઈ છે. આ કોમ્પલેક્ષ ત્રણ માળ આવેલા છે. જેમાં લગભગ ૧૦૦ જેટલી દુકાનો આવેલી છે. કોન્ટ્રાકટર દ્વારા દુકાનદારો પાસેથી મેન્ટેન્સ પેટે રૂપિયા ૨૫,૦૦૦ વસુલવામાં આવ્યા હોવાનું દુકાનદારોમાં બોલાઈ રહ્યું છે. બીજા અને ત્રીજા માળે સાફ સફાઈના અભાવે કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી. એટલું જ નહીં સંડાસ અને પેશાબઘર પાણી અને સાફ સફાઈ ન થતાં દુર્ગંધથી ખદબદી રહ્યા છે. જેથી ગ્રાહકો નાક બંધ કરવાની ફરજ પડી રહી છે. ઉંઝા પાટણ રોડ પર આવેલ શુભ કોમ્પલેક્ષ શુભ બિલ્ડકોન વિસનગર દ્વારા આજથી ૧૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. આ કોમ્પલેક્ષ ત્રણ માળનું અને લગભગ ૧૦૦ દુકાનો આવેલી છે. આ કોમ્પલેક્ષમાં મેન્ટેન્સના અભાવે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.‌ જ્યારે કોમન બનાવેલ સંડાસ અને પેશાબઘર પાણીના કારણે સાફ સફાઈ ન થતાં દુર્ગંધથી ખદબદી રહ્યા છે. જેને કારણે કોમન બનાવેલ સંડાસ અને પેશાબઘરને દુકાનદારો દ્વારા બંધ કરવાની ફરજ પડી છે. મેન્ટેન્સના અભાવે  દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સંબંધિત સમાચાર