સાંતલપુર થી પસાર થતાં ભારતમાલા હાઇવે ની ખખડધજ પરિસ્થિતિ ના કારણે સર્જાયો ગંભીર અકસ્માત

બિસ્માર ભારતમાલા હાઇવે પરથી પસાર થતી ગાડીના ટાયર ફાટતા ગાડી સેફટી ડીવાઈડર સાથે અથડાઈ; સાંતલપુર થી પસાર થતાં ભારતમાલા હાઇવે ની ખખડધજ પરિસ્થિતિ ના કારણે દિન પ્રતિદિન અકસ્માતોની ધટનાઓ વધી રહી છે ત્યારે ગતરોજ બિસ્માર ભારતમાલા હાઇવે પરથી પસાર થતી ગાડીના ટાયર ફાટતા ગાડી સેફટી ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે ગાડીની એરબેગ ખુલી જતા કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
સાંતલપુર થી પસાર થતાં ભારતમાલા હાઇવે ની કામગીરી સામે પહેલેથી જ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ચોમાસામાં આ માગૅ પર પડેલા મસમોટા ખાડાઓ ને કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સજૉઈ રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે માગૅ પર થી પસાર થતાં વાહન ચાલક ને માગૅ પરના ખાડા ના દેખતા અને ગાડી ખાડામાં પટકાતાં ગાડીનું ટાયરો ફાટી જતાં ગાડી સેફટી ડિવાઈડર સાથે અથડાતા ગાડી અંદરની એરબેગ ખુલી જતા આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા તમામનો આબાદ બચાવ થતાં લોકોએ હાશ કારો અનુભવ્યો હતો.
ટેગ્સ:#santalpur#Road Conditions#Highway Safety#Tire Burst Incident#Vehicle Accident#Local Infrastructure Issues#Pothole Hazards#Bharatmala Highway#Monsoon Impact on Roads#Safety Divider Crash#Airbag Deployment#Gujarat Roads
સંબંધિત સમાચાર
પાટણહારીજ સાયબર ફ્રોડ કેસ: આરોપીની જામીન અરજી પાટણ કોર્ટે ફગાવી
1 દિવસ પહેલા
પાટણસમી: બંધ જિનિંગ ફેક્ટરીમાંથી ૬ મહિનાની ત્યજી દીધેલી બાળકી મળી આવતા ચકચાર
1 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં રેતીના ડમ્પરોની બેફામ અવરજવર: ખાણ-ખનીજ વિભાગની મિલીભગતની ગંભીર આક્ષેપો
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર રોંગ સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બાઈક અથડાતાં ચાલકનું ઘટના સ્થળે મોત
2 દિવસ પહેલા
