રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા27 માર્ચ, 2026| Super Admin

સનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા

સનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
લેતી દેતી મામલે મહિલાની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ પાલનપુર શહેરમાં એક મહિલાની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.  પાલનપુર હાઈવે પર આવેલ નાળામાંથી એક ગુમશુદા મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાસ્થળે ઉપસ્થિત મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ, પાલનપુરની હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી શાંતિબેન આકેડીવાલા નામની મહિલા ત્રણેક દિવસ અગાઉ ઘરેથી બહાર નીકળ્યા બાદ પરત ન ફરતા તેમના પરિવારજનોએ તેની ગુમ થયા હોવાની જાણવા જોગ ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને આપી હતી. જોકે, ગુમશુદા મહિલાનો હત્યા કરી નાળામાં ફેંકી દેવાયેલો મૃતદેહ આજે મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના પતિ વસંત આકેડીવાલા સહિત પરિવારજનો તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ગયા હતા. મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છેલ્લા 15 વર્ષથી રેખા નામની મહિલાની સાથે મૃતકને પારિવારિક સંબંધ હતા. અને દાગીના અને રોકડ રકમની લેવડ-દેવડને લઈને વિવાદ ચાલતો હતો. આ મામલે તેઓની હત્યા કરવામાં આવી હોવાનો પ્રાથમિક અનુમાન મૃતકના પરિવારજનોએ વ્યકત કરી હતી. ઘટનાને લઈને મોટી સંખ્યામાં સમાજના લોકો અને પરિવારજનો પોલીસ મથકે એકત્રિત થયા હતા. જ્યાં તેઓએ હત્યારાઓને ઝડપી લઈ તેઓનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી. ત્યારે  પોલીસે સમગ્ર મામલે હત્યાની ફરિયાદ નોંધી શકમંદોની પૂછપરછ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  

સંબંધિત સમાચાર