રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 એપ્રિલ, 2026| Super Admin

પાલનપુર-અંબાજી હાઈવે પર સનસનાટી: ધોળે દિવસે માસૂમ બાળકનું અપહરણ, સમગ્ર પંથકમાં ચકચાર

પાલનપુર-અંબાજી હાઈવે પર સનસનાટી: ધોળે દિવસે માસૂમ બાળકનું અપહરણ, સમગ્ર પંથકમાં ચકચાર

ચોકલેટની લાલચ આપી શ્રમિક બાળકનું કરાયુ અપહરણ

આરોપીને ઝડપી લઈ બાળકને સુરક્ષિત છોડાવતી પોલીસ

સરહદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી એક બાળકના અપહરણની ચકચારી ઘટના સામે આવી હતી. શ્રમિક પરિવારના બાળકને અજાણ્યા ઈસમએ ચોકલેટની લાલચ આપી ગાડીમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ બાળકને તેના ચુંગાલમાંથી છોડાવી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના ધનપુરા પાટીયા પાસે ચોકલેટની લાલચે એક શ્રમિક બાળકનું અપહરણ થતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. LCB અને SOGની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, પોલીસે દાંતાના નારગઢ નજીકથી આરોપી ગાડી ચાલકને ઝડપી પાડ્યો હતો. સાથે જ અપહરણ કરાયેલા બાળકને સુરક્ષિત રીતે છોડાવવામાં પોલીસને સફળતા મળી છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 પોલીસ તપાસનો ધમધમાટ

પાલનપુરના ધનપુરા પાટીયા પાસે બાળકને ચોકલેટની લાલચ આપીને અપહરણ કરવાની ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીનું પગેરું મેળવી ઝડપી લીધો હતો. આ અપહરણની ઘટનામાં આરોપીની ગાડી સીસીટીવીમાં કેદ થઈ ગયા હોવાના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે પોલીસે આ બાળતસ્કરી છે કે કેમ? તે દિશામાં પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

સંબંધિત સમાચાર