રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત સ્વરોજગાર અને લોન ધિરાણ મેળો યોજાયો

પાટણ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત સ્વરોજગાર અને લોન ધિરાણ મેળો યોજાયો
૫૩૦ મહિલાઓએ ભાગ લીધો. નોકરી માટે કુલ ૩૨૯ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું  મહિલા સ્વાવલંબન યોજના, મિશન મંગલમ, પી.એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મંજુર થયેલ ચેકનું વિતરણ કરાયું મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત મંગળવારે રંગભવન હોલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભારતીબેન ચૌધરી ચેરમેન મહિલા બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિ, જીલ્લા પંચાયત પાટણના અધ્યક્ષ સ્થાને અનુદાનિત મહિલા સ્વરોજગાર મેળો/લોન ધિરાણ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં ૫૩૦ મહિલાઓએ ભાગ લીધો હતો અને નોકરી માટે કુલ ૩૨૯ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તમામ ભાગ લીધેલ મહિલાઓને ફૂડ પેકેટ, IEC નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ભારતીબેન ચૌધરીએ નારી શક્તિનું સમાજમાં યોગદાન બાબતે વિસ્તૃત ચર્ચા કરી નારી શક્તિને બિરદાવી હતી. આ પ્રસંગે મહેમાનોના હસ્તે વિવિધ ક્ષેત્રે આગળ આવેલ બહેનોને તેમના કાર્ય માટે  મહિલા સ્વાવલંબન યોજના, મિશન મંગલમ,પી.એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મંજુર થયેલ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વ રોજગાર મેળામાં નોકરીદાતા તરીકે જિલ્લા રોજગાર કચેરી, જીઓ ફ્રેશ ઓર્ગેનિક સિદ્ધપુર, શારદા સન્સ પાટણ, દિવ્યમ એન્ટરપ્રાઈઝ પાટણ, તાલીમ અને રોજગાર દેના આરસેટી વગેરે વિભાગોએ ભાગ લીધો હતો. રોજગાર મેળામાં ભાગ લીધેલ વિવિધ કંપનીઓએ પોતાની કંપની વિષે માહિતી આપી હતી.

સંબંધિત સમાચાર