રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ15 એપ્રિલ, 2026| Super Admin

પાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ

પાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ

પાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં માતા સાથે આવેલી સગીરા અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. આસપાસ તપાસ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સગીરાની માતાએ શંકા વ્યક્ત કરી છે કે તેમની દીકરીને લલચાવી-ફોસલાવીને કોઈ અજાણ્યા શખ્સો લઈ ગયા છે. ખાસ કરીને, માતાએ આ ઘટનામાં બે મહિલાઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે. માતાની ફરિયાદના આધારે પાટણ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ અપહરણનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસે કોર્ટ કમ્પાઉન્ડ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, શંકાસ્પદ મહિલાઓની ઓળખ કરવા માટે સ્થાનિક બાતમીદારોની પણ મદદ લેવામાં આવી રહી છે.

 

સંબંધિત સમાચાર