રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ4 મે, 2025| Super Admin

પાટણ યુનિવર્સિટીના ગેટ નં ૧ પર ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ નશાની હાલતમાં ઝડપાયો

પાટણ યુનિવર્સિટીના ગેટ નં ૧ પર ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ નશાની હાલતમાં ઝડપાયો
શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ ના કાર્યકરોએ નશાની હાલતમાં સિક્યુરિટી ગાર્ડ ને ઝડપી પોલીસ ને સોંપ્યો; પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગતરોજ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુનિવર્સિટીના મેઈન ગેટ નંબર 1 પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ ચૌધરી ડાયાભાઈ રામજીભાઈને નશાની હાલતમાં કોંગ્રેસ પ્રમુખ સહિતના કાયૅકરોએ પકડી તેમની પાસેથી વાઈટ કલરની થેલીમાં પાણીની બોટલમાં ભરેલો દેશી દારૂ મળી આવ્યો હોવાની ધટના પગલે સનસનાટી મચી જવા પામી હતી. જોકે આ મામલે પોલીસને જાણ કરાતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી નશાની હાલતમાં રહેલા સિક્યુરિટી ગાર્ડ ને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા ચેતન કન્સ્ટ્રક્શન કંપનીના સિક્યુરિટી કર્મચારીઓને છૂટા કરી, GISES કંપનીને સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે આ નવી કંપનીનો કર્મચારી જ દારૂના નશામાં ઝડપાયો હોવાની ધટના પગલે યુનિવર્સિટી સતાધીશો માં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સમગ્ર મામલે પાટણ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓને બાતમી મળતા તેઓએ સિક્યુરિટી ગાર્ડને સ્થળ પર જ પકડી પાડ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સિક્યુરિટી ગાર્ડ પર દેશી દારૂ પીધેલો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી સિક્યુરિટી ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો આ મામલે યુનિવર્સિટી ના સત્તાધીશો દ્વારા પણ સિક્યુરિટી એજન્સી પાસે  ખુલાસો માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર