રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 મે, 2025| Super Admin

હારીજ વેદાંત કોમ્પલેક્ષના ચોથા માળેથી પટકાતાં સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું

હારીજ વેદાંત કોમ્પલેક્ષના ચોથા માળેથી પટકાતાં સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું
સિક્યુરિટી ગાર્ડના મોત થી પરિવારજનો સહિત હારીજ હોમ ગાર્ડ યુનિટમાં શોક છવાયો; પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ શહેરમાં આવેલ વેદાંત કોમ્પલેક્ષમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતુભા વાધેલા નું અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના ચોથા માળે થી પટકાતા ગંભીર ઈજાઓના કારણે ધટના સ્થળે જ તેઓનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી હકીકત મુજબ હારીજ શહેરમાં આવેલા વેદાંત કોમ્પલેક્ષમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હારીજ હોમગાર્ડ યુનિટના જીતુભા વાધેલા ગુરૂવાર ના રોજ કોઈ કારણસર કોમ્પલેક્ષ ના ધાબા પર ગયા હતા જ્યાંથી તેઓ પટકાતા ગંભીર ઈજાઓના કારણે તેઓનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને તેમજ હોમ ગાર્ડ યુનિટ ના અધિકારી ને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવ્યાં હતાં.પોલીસે લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે હારીજ રેફરલ્સ હોસ્પિટલમાં ખસેડી આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી. હારીજ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા જીતુભા વાઘેલાના આકસ્મિક મોતને પગલે તેમના પરિવારજનો સહિત હારીજ હોમ ગાર્ડ યુનિટ ના અન્ય કમૅચારીઓમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

સંબંધિત સમાચાર