રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 જૂન, 2026| Super Admin

સિદ્ધપુરમાં સરસ્વતી નદી પુનર્જીવન કરવા રૂ.19 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી શરૂ

સિદ્ધપુરમાં સરસ્વતી નદી પુનર્જીવન કરવા રૂ.19 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી શરૂ

જળસંચય-પ્રવાસનને વેગ આપતી આ કામગીરી આગામી ફેબ્રુઆરી 2027 સુધીમા પૂર્ણ થશે

સિદ્ધપુરમાં માતૃતીર્થ તરીકે પ્રચલિત સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા માટે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા બીજા તબક્કાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ  રૂ.19 કરોડનો ખર્ચ થશે જે કામગીરી ફેબ્રુઆરી 2027 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, જેનાથી જળસંચય, પર્યાવરણ અને ધાર્મિક પ્રવાસનને મોટો વેગ મળશે.બીજા તબક્કા અંતર્ગત મુક્તિધામથી હાઈવે બ્રિજ સુધી નદીને ઊંડી કરવામાં આવશે. આ ઉપરાંત, રિવરફ્રન્ટ, આધુનિક પ્રોટેક્શન વોલ, નવો ચેકડેમ અને પવિત્ર અસ્થિ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. હાલમાં 1800 મીટર લંબાઈ અને સવા 200 મીટર પહોળાઈમાં નદીને 8 ફૂટ ઊંડી કરવાનું કામ ચાલી રહ્યું છે.સ્થળ પર 5 ડમ્પર, 4 હિટાચી અને 30 કારીગરો દ્વારા આશરે 11 લાખ ઘન મીટર રેતી મિશ્રિત માટીનું ખોદકામ થઈ રહ્યું છે.

ધોળકિયા ફાઉન્ડેશનના સુપરવાઈઝરના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 700 મીટર સુધીનું ડીસિલ્ટિંગ અને 350 મીટરના કાંઠા વિસ્તારમાં આધુનિક સ્ટેપ ગેબિયન જાળી બાંધવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સરસ્વતી સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સિદ્ધપુર વિસ્તારને બહુવિધ ફાયદા થશે. વિશ્વભરમાં "માતૃ શ્રાદ્ધ" માટે પ્રખ્યાત આ ધાર્મિક સ્થળે નદીમાં બારે માસ પવિત્ર જળ રહેશે, જેથી યાત્રાળુઓ યોગ્ય રીતે વિધિ-તર્પણ કરી શકશે. લાખો લીટર જળસંચય થવાના કારણે આસપાસના કુવા અને બોરના ભૂગર્ભજળસ્તર ઊંચા આવશે, જે ખેતી અને પશુપાલન માટે લાભદાયી સાબિત થશે.રિવરફ્રન્ટના નિર્માણથી ધાર્મિક પ્રવાસનમાં વધારો થશે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને પૂજારીઓની આજીવિકા તથા રોજગારીમાં મોટો વધારો થશે. આ ઉપરાંત, આ વિસ્તારમાં જમીનોની કિંમતોમાં પણ વૃદ્ધિ નોંધાશે. સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન આ પ્રોજેક્ટને નિર્ધારિત સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવા સઘન પ્રયાસો કરી રહ્યા છે, જેથી આ સ્થળ પ્રવાસન, પર્યાવરણ અને જળસંચયનું એક અદભુત મોડેલ બની શકે.

સંબંધિત સમાચાર