રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ11 મે, 2026| Super Admin

થરામાં ખુલ્લી ગટરમાં સ્કોર્પિયો ખાબકી, તંત્રની બેદરકારી સામે લોકોનો રોષ

થરામાં ખુલ્લી ગટરમાં સ્કોર્પિયો ખાબકી, તંત્રની બેદરકારી સામે લોકોનો રોષ

ઓગડ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા નગરમાં પોલીસ સ્ટેશનથી ભાભર ત્રણ રસ્તા અને પેટ્રોલ પંપથી ધનાસરી રોડ સુધી નેશનલ હાઈવે નં.૨૭ રોડ પર એક ફૂટથી એકવીસ ફૂટ ઊંચો ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ ઓવર બ્રિજની બંને સાઈડમાં ફુટપાથ ગટર સાથેનો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. આ ગટરની ક્યારેય યોગ્ય રીતે સફાઈ કે ફૂટપાથની મરામત નહીં થતાં આ સર્વિસ રોડ ગટર ફૂટપાથ લોકો માટે આફત રૂપ બન્યા હોવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં અવાર નવાર અકસ્માત થાય છે     

    આ સર્વિસ રોડ ગટર ફૂટપાથ ખાડાનો ભોગ પૂર્વ શિક્ષણ રાજ્ય મંત્રી અને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ પણ બન્યા છે ત્યારે ગઈકાલે આ ખુલ્લી ગટરમાં એક સ્કોર્પિયો ગાડી ખાબકી હતી. સ્થાનિકોના મતે, રૂની રોડ પાસે આ ગટર વર્ષોથી ખુલ્લી છે.નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.હાલ લગ્નગાળાનો સમય અને તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ કાર્યરત છે.મામલતદાર, ટીડીઓ,નાયબ મામલતદાર,ચીફ ઓફિસર,તલાટીઓ, ગ્રામસેવકો, અનેક પાર્ટીના નેતાઓ કાર્યકરોના વાહનોની અવરજવર વધુ રહેતી હોવા છતાં આ ખુલ્લી ગટરના ઢાંકણા કે ફૂટપાથ રિપેર નહીં થતાં આવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.લોકોની માગ છે કે તંત્ર દ્વારા ખુલ્લી ગટરો પર ઢાંકણા નાખે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.

ટેગ્સ:#Ogad taluka

સંબંધિત સમાચાર