રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 જૂન, 2026| Super Admin

શાળાઓ ગુંજી ઉઠશે: પાટણ જિલ્લામાં ઉનાળુ વેકેશન પૂર્ણ, આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

શાળાઓ ગુંજી ઉઠશે: પાટણ જિલ્લામાં ઉનાળુ વેકેશન પૂર્ણ, આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

સ્ટેશનરી, યુનિફોર્મના ભાવ વધતા વાલીઓ પર બોજ વધ્યો

પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 35 દિવસનાઉનાળુ વેકેશન આજ તા. 8 જૂન સોમવારથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ સાથે જ પાટણ શહેરના બજારોમાં ચોપડા, નોટબુક અને સ્કૂલ યુનિફોર્મની ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે.પાટણ જિલ્લાની શાળાઓમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓનો કોલાહલ આજથી ફરી ગુંજી ઉઠશે.

વિદ્યાર્થીઓ પણ શાળાએ જવા માટે ઉત્સાહભેર તૈયારીઓ પૂર્ણ કરી છે. જોકે, આ નવું શૈક્ષણિક વર્ષ પાટણ શહેર સહિત જિલ્લાના વાલીઓ માટે આર્થિક બોજ વધારનારું સાબિત થયુ છે.ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્ટેશનરી સહિત સ્કૂલ યુનિફોર્મના ભાવમાં વધારો નોંધાયો છે. ખાનગી શાળાઓની ફીના કારણે વાલીઓ પહેલેથી જ આર્થિક બોજા તળે છે,ત્યારે આભાવવધારો તેમના ખિસ્સા પર વધુ દબાણ લાવશે.નોટબુકના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, જ્યાં એક ડઝન નોટબુકના ભાવ 300 થી રૂ. 360 ના છે. ચોપડાના ભાવ રૂ. 240 થી રૂ. 840 પ્રતિ ડઝન છે. સ્ટેશનરીની અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે.

નવા શૈક્ષણિક સત્રમાં બાળકોના સ્કૂલ યુનિફોર્મ અને સ્કૂલ બેગ જેવી વસ્તુઓના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. ધો. 3 માં બે વિષય, ધો.6માં ત્રણ વિષય અને ધો.7 માં અંગ્રેજી પુસ્તક બદલાયું છે. આ ઉપરાંત, ધોરણ 11 આર્ટસ અને કોમર્સના ચોપડા બજારમાં ઉપલબ્ધ નથી, અને પ્લાસ્ટિકની વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. બુક સ્ટોલના માલિકે જણાવ્યું હતું કે નોટબુક અને ચોપડાના ભાવમાં વધારો થયો નથી પ્લાસ્ટિકની આઈટમ માં ભાવ વધારો થયો છે. બાળક માટે ચોપડા લેવા આવેલા વાલીએ જણાવ્યું કે તેમને ભાવ વધારો લાગ્યો છે. તેમણે ધોરણ 1ની ચોપડી, નોટબુક અને કંપાસ ખરીદ્યા, જેનું બિલ રૂ. 1500 થયું હોવાનું જણાવ્યું હતું.

ટેગ્સ:#Patan district

સંબંધિત સમાચાર