મુલાકાત દરમિયાન નાયબ બાગાયત નિયામક ડી.એમ. પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી લશ્કરી પ્રતિનિધિમંડળને કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ અને આધુનિક બાગાયતી ટેકનોલોજી વિશે વિસ્તૃત સમજ આપી હતી. મદદનીશ બાગાયત નિયામક શ્રી બી.એલ. પટેલ અને તેમની ટેકનિકલ ટીમે અધિકારીઓને રક્ષિત ખેતી (Protected Cultivation) અને ખુલ્લા ખેતરમાં કરવામાં આવતા શાકભાજીના પ્રાયોગિક નિદર્શનો બતાવ્યા હતા. વિદેશી પ્રતિનિધિઓએ કેન્દ્રના નિષ્ણાંતો પાસેથી વિવિધ પાકોના ઉછેર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી અને ગુજરાતની કૃષિ ક્ષેત્રની આ પ્રગતિની પ્રશંસા કરી હતી.
સાબરકાંઠાના વદરાડ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની 6 દેશોના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ મુલાકાત લીધી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતે કાર્યરત 'સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજિટેબલ' ખાતે એન.ડી.સી. (NDC) અભ્યાસક્રમ અંતર્ગત ૬ દેશોના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ મુલાકાત લીધી હતી. એન.ડી.સી. (NDC) અભ્યાસક્રમ હેઠળ ભારતીય સેનાના મેજરના નેતૃત્વ હેઠળ શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સહિત ૬ વિવિધ દેશોના ૧૬ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ આ કેન્દ્રની મુલાકાત લઈ ખેતીની આધુનિક પદ્ધતિઓ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી. આ ટીમે કેન્દ્રમાં જૈવિક પદ્ધતિ અને ટપક સિંચાઈ દ્વારા ઉછેરવામાં આવતા વિવિધ શાકભાજી પાકોના નિદર્શનો નિહાળ્યા હતા.
મુલાકાત દરમિયાન નાયબ બાગાયત નિયામક ડી.એમ. પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી લશ્કરી પ્રતિનિધિમંડળને કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ અને આધુનિક બાગાયતી ટેકનોલોજી વિશે વિસ્તૃત સમજ આપી હતી. મદદનીશ બાગાયત નિયામક શ્રી બી.એલ. પટેલ અને તેમની ટેકનિકલ ટીમે અધિકારીઓને રક્ષિત ખેતી (Protected Cultivation) અને ખુલ્લા ખેતરમાં કરવામાં આવતા શાકભાજીના પ્રાયોગિક નિદર્શનો બતાવ્યા હતા. વિદેશી પ્રતિનિધિઓએ કેન્દ્રના નિષ્ણાંતો પાસેથી વિવિધ પાકોના ઉછેર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી અને ગુજરાતની કૃષિ ક્ષેત્રની આ પ્રગતિની પ્રશંસા કરી હતી.
મુલાકાત દરમિયાન નાયબ બાગાયત નિયામક ડી.એમ. પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી લશ્કરી પ્રતિનિધિમંડળને કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ અને આધુનિક બાગાયતી ટેકનોલોજી વિશે વિસ્તૃત સમજ આપી હતી. મદદનીશ બાગાયત નિયામક શ્રી બી.એલ. પટેલ અને તેમની ટેકનિકલ ટીમે અધિકારીઓને રક્ષિત ખેતી (Protected Cultivation) અને ખુલ્લા ખેતરમાં કરવામાં આવતા શાકભાજીના પ્રાયોગિક નિદર્શનો બતાવ્યા હતા. વિદેશી પ્રતિનિધિઓએ કેન્દ્રના નિષ્ણાંતો પાસેથી વિવિધ પાકોના ઉછેર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી અને ગુજરાતની કૃષિ ક્ષેત્રની આ પ્રગતિની પ્રશંસા કરી હતી.
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા