રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા24 જુલાઈ, 2025| Super Admin

સાબરકાંઠા; વેપારી પાસે લાખોની ઠગાઈ બે ગઠિયાઓને પોલીસે દબોચી લીધા

સાબરકાંઠા; વેપારી પાસે લાખોની ઠગાઈ બે ગઠિયાઓને પોલીસે દબોચી લીધા

વડાલીમાં ચોળાફળીની લારી ચલાવતા એક પરપ્રાંતિય વેપારીને ખજાનો મળ્યો છે કહીને લાખો રૂપિયાની ઠગાઈ કરનારા બે ગઠિયાઓને વડાલી પોલીસે દબોચી લીધા છે. એક મહિના પહેલા નોંધાયેલી આ છેતરપિંડીની ઘટનામાં પોલીસે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી બે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. રામદેવ નામના વેપારીને ત્રણ અજાણ્યા ઠગોએ નિશાન બનાવ્યો હતો. આ ઠગબાજોએ રામદેવને જમીનમાં ખોદકામ વખતે ખજાનો મળ્યો હોવાની કપોળકલ્પિત વાત કહીને વિશ્વાસમાં લીધો હતો. ભોળા વેપારીને પોતાની જાળમાં ફસાવવા માટે, આ ઠગોએ પહેલા તેને અસલી સોનાની કંઠી આપીને વિશ્વાસ કેળવ્યો. ત્યારબાદ ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિર પાસે બોલાવી, રામદેવને નકલી સોનાની કંઠી પધરાવી અને તેની પાસેથી રૂ. 1.35 લાખ રોકડા લઈને પલાયન થઈ ગયા હતા. આ મામલે રામદેવે વડાલી પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વડાલી પીઆઈ પીપી વાઘેલા અને તેમની ટીમે આ ગંભીર ગુનાની સઘન તપાસ હાથ ધરી હતી. એક મહિનાની મહેનત બાદ, પોલીસે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સર્વોદય નગર ડુંગળી ખાતેથી બે આરોપીઓ, મંગલપુંજાભાઈ સલાટ અને જીતેન્દ્ર મોહનભાઈ સલાટને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને વડાલી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને હિંમતનગર સબજેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર