સાબરકાંઠા LCBની લાલ આંખ: મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કા સાથે બે આરોપીઓ જેલહવાલે

હિંમતનગર : સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હિંમતનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી-સિક્કાનો ઉપયોગ કરી નકલી દાખલા બનાવતા બે શખ્સોને ઝડપી પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. ૧,૦૫,૮૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ના PI ડી.સી. સાકરીયાના જણાવ્યા મુજબ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મહેતાપુરા વિસ્તારમાં રહેતા કિશોરકુમાર પ્રજાપતિ અને બહુમાળી ભવનના જનસેવા કેન્દ્રમાં આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ચંદ્રકેતુ પ્રજાપતિની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે, જે લોકો પાસે આધારકાર્ડ અપડેટ કરવા માટે પૂરતા પુરાવા નહોતા, તેમને આ આરોપીઓ નકલી જાતિ, આવક અને EWS ના દાખલા બનાવી આપતા હતા. આ માટે તેઓ સરકારી કચેરીઓના નકલી સિક્કાનો ઉપયોગ કરતા અને ત્યારબાદ આ નકલી દસ્તાવેજો UIDAI ની વેબસાઇટ પર અપલોડ કરી ખોટા આધારકાર્ડ ઇશ્યૂ કરાવતા હતા. સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખી ચાલતા આ કાળા કારોબારને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટેગ્સ:#LCB#sabarkantha#Himmatnagar#BreakingNews#GujaratPolice#CrimeBranch#AadharCardScam#FakeDocuments
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગર મહાસંમેલન: બટાકાના ભાવ અને કપાત સામે ખેડૂતોનો આક્રોશ
1 અઠવાડિયા પહેલા
