રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા18 જૂન, 2025| Super Admin

સાબરકાંઠા એલસીબી એ 10 લાખનો વિદેસી દારૂ ઝડપી પાડ્યો; આરોપી કાર મૂકી ફરાર

સાબરકાંઠા એલસીબી એ 10 લાખનો વિદેસી દારૂ ઝડપી પાડ્યો; આરોપી કાર મૂકી ફરાર

સાબરકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગર તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે. એલસીબીને મળેલી બાતમીના આધારે આડા હાથરોલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. રાજસ્થાન તરફથી આવી રહેલી બે કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને જોઈને બંને કારના ચાલકો ભાગી નીકળ્યા હતા. એલસીબીએ પીછો કર્યો હતો. જો કે, રાત્રીના અંધકારનો લાભ લઈને બંને કાર ચાલક સહિત ચાર શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. એલસીબીના પીઆઈ એસ.એન.કરંગીયાના જણાવ્યા મુજબ, હોન્ડા સિવિક કારની તપાસ કરતા તેમાંથી 726 બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.1,88,136 છે.પોલીસે બે કાર (કિંમત રૂ.10 લાખ) અને દારૂ સહિત કુલ રૂ.11,88,136નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બે કાર ચાલક અને અન્ય બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર