રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા7 જુલાઈ, 2025| Super Admin

સાબરકાંઠા; એલસીબીએ બાતમીના આધારે 5 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

સાબરકાંઠા; એલસીબીએ બાતમીના આધારે 5 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે તલોદ તાલુકાના બડોદરા નજીકથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી બલેનો કારમાંથી 5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ બલેનો કાર (GJ01WU3343) દારૂ સાથે આવી રહી છે. આ કારનું પાયલોટિંગ સફેદ અલ્ટો કાર (GJ31BA7839) કરી રહી છે. બંને વાહનો ધનસુરાથી રોડ થઈને બડોદરા અને ઉજેડીયા થઈ અમદાવાદ જવાના છે. પોલીસે રોઝડ ચોક પર વોચ ગોઠવી હતી. દારૂ ભરેલી બલેનો કાર આવતા પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ચાલકે નાકાબંધી તોડી નાસવાનો પ્રયાસ કર્યો. તલોદ પોલીસને જાણ કરતા બડોદરા વહાણવટી સિકોતર માતાના મંદિર નજીક મેશ્વો નદીના પુલ પાસે નાકાબંધી કરવામાં આવી. પોલીસે પાયલોટિંગ કરતી અલ્ટો કારના ચાલક મુકેશભાઈ ઉર્ફે મોગલી મંગલભાઈ રાઠોડ (રહે. મહાત્માગાંધીનગર, સુભાષનગર, કુબેરનગર, અમદાવાદ)ને પકડ્યો છે. બલેનો કારનો ચાલક ભાગી જવામાં સફળ રહ્યો હતો. કારની તપાસમાં 1,130 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 5,08,475), બે મોબાઈલ ફોન (રૂ. 14,000), અલ્ટો કાર (રૂ. 2 લાખ) અને બલેનો કાર (રૂ. 4 લાખ) મળી કુલ રૂ. 11,22,475નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તલોદ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદના સરદારનગર, કુબેરનગરના દીપકભાઈ સિંધી નામનો આરોપી હજુ ફરાર છે.

સંબંધિત સમાચાર