રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા23 માર્ચ, 2025| Super Admin

સાબરકાંઠા; એલસીબી એ બે શખ્સોને ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યા

સાબરકાંઠા; એલસીબી એ બે શખ્સોને ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યા

સાબરકાંઠા જિલ્લા એલસીબીએ હિંમતનગરના વીરપુર બાયપાસ ત્રણ રસ્તા પરથી બે શખ્સોને ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કુલ ત્રણ વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે બાતમીના આધારે ઇડરથી હિંમતનગર બાયપાસ વીરપુર ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન નંબર વગરની વેગનઆર અને ઇકો કાર જપ્ત કરી હતી. આ બંને વાહનો ઇડરમાંથી ચોરાયેલા હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં ભગાભાઈ પ્રજાપતિ (ઉંમર 42) અને વિષ્ણુભાઈ પ્રજાપતિ (ઉંમર 26)નો સમાવેશ થાય છે. બંને હાલ ઇડર બારેલા તળાવ વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના વતની છે. પૂછપરછમાં આરોપીઓએ ખેડબ્રહ્મામાંથી શિવરાત્રી આસપાસ સેન્ટ્રો કાર (GJ-17-C-6176) ચોરી કરી રાજસ્થાનના પાલી બજારમાં રૂ. 25 હજારમાં વેચી દીધી હોવાની કબૂલાત કરી છે. જપ્ત કરાયેલા વાહનોમાં રૂ. 40,000ની કિંમતની વેગનઆર (GJ-7 AG-3872) અને રૂ. 1,80,000ની કિંમતની અન્ય કાર (GJ-31-A-6551)નો સમાવેશ થાય છે. LCBએ આરોપીઓને કુલ રૂ. 2.20 લાખના મુદ્દામાલ સાથે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા છે, જ્યાં તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર