સાબરકાંઠા કલેક્ટરએ હિંમતનગર ઇડરને જોડતા સ્ટેટ હાઇવે પર આવેલા હાથમતી બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું

સાબરકાંઠામાં નાના મોટા કુલ ૫૧ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું; તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરાયું છે. આગામી એક મહિનામાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સબમિટ કરાશે.
જિલ્લા કલેકટરએ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે પર હાથમતી નદીના ઓવરબ્રિજની સ્થળ ચકાસણી કરી હતી. આ બ્રિજ પૈકી જૂનો મૂળ બ્રિજનું બાંધકામ 1998 માં કરવામાં આવ્યું હતું. જ્યારે રસ્તાનું ચારમાર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે બ્રિજને 2018માં પહોળો કરવામાં આવ્યો હતો. હાલ ચકાસણીના અંતે બ્રિજની સ્થિતિ સારી છે અને આ બ્રિજ ટ્રાફિકેબલ છે. ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
સાબરકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે ૫૧, જિલ્લામાં નાના ૨૫ મોટા ૨૬ એમ કુલ ૫૧ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે. આ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફ્ટી ઓડિટ હાથ ધરાશે. આ બ્રિજની મુલાકાત સમયે આરએનબીના એક્ઝિક્યુટિવ ઇજનેર, પ્રાંત હિંમતનગર ઉપસ્થિત રહ્યા હતા.
ટેગ્સ:#Infrastructure Safety#Bridge Maintenance#Road and Building Department#Mehtapura Area#Gambhira Bridge Accident#Bridge Inspection#Safety Audit#Sabarkantha Collector#Hatmati Bridge#Himmatnagar-Ider Highway#Trafficable Condition#Technical Audit#Statewide Bridge Inspection
સંબંધિત સમાચાર
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
23 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
5 દિવસ પહેલા
