રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 જૂન, 2026| Super Admin

પાટણમાં ₹398 કરોડનું સાયબર ફ્રોડ રેકેટ પર્દાફાશ, હારીજ બેંકના ખાતા ભાડે આપનાર 14 ઝડપાયા

પાટણમાં ₹398 કરોડનું સાયબર ફ્રોડ રેકેટ પર્દાફાશ, હારીજ બેંકના ખાતા ભાડે આપનાર 14 ઝડપાયા

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી સાયબર ગુનાખોરી જગતના ઇતિહાસના સૌથી મોટા અને ચોંકાવનારા બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારના ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ (Operation Mule Hunt 2.0) અંતર્ગત પાટણ સાયબર ક્રાઈમ પોલીસે એક આંતરરાજ્ય કક્ષાના રૂપિયા ૩૯૮ કરોડના સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મેગા ઓપરેશનમાં કુલ ૧૪ રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બનાસકાંઠા રેન્જના આઈજી પરિક્ષીતા રાઠોડ અને પાટણ એસપી વી.કે.નાયીના આદેશ તેમજ DySP પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પોલીસે ભારત સરકારના SAMANVAYA અને NCCRP પોર્ટલના ડેટાનું એનાલિસિસ કર્યું હતું.

patan 02.gif 1.63 MB

તપાસમાં સામે આવ્યું કે ધી હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલવામાં આવેલા ૧૩ કરંટ ખાતાઓમાં દેશભરમાંથી સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા હતા. આ ગેંગના વચેટીયાઓ ગરીબ અને સામાન્ય લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે બોગસ પેઢીઓ બનાવી બેંક ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ તેમની પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને નેટ બેંકિંગ કિટ પોતાના કબજે લઈ લેતા હતા. આ ખાતાઓનો ઉપયોગ ઓટીપી ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, સેક્સ્ટોર્શન અને ઓનલાઈન સટ્ટાબાજીના કાળા નાણાં ફેરવવા માટે થતો હતો. આ ૧૩ ખાતાઓમાંથી કુલ ૨૨૮ સાયબર ફ્રોડની ફરિયાદો આખા દેશમાં નોંધાઈ ચૂકી છે. પોલીસે આ મામલે ૨૦ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી રોહન ઠાકોર, ચેતન ઠક્કર અને વિષ્ણુ પ્રજાપતિ સહિત ૧૪ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે આ રેકેટના મુખ્ય સૂત્રધારો પૈકીના અમદાવાદના જયદીપ ઉર્ફે જે.ડી. ઠક્કર, હર્ષદ ઠક્કર સહિત ૬ આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

સંબંધિત સમાચાર