પાટણની રીયા પ્રજાપતિએ ૧૦ મીટર એરપિસ્તોલ શુટીંગમાં નેશનલ કોમ્પીટીશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

ડી.જી.પી. વિકાસ સહાયના વરદ હસ્તે મધ્યસ્થ વેલ્ફેર ફંડમાંથી રૂ.૨ લાખની સ્કોલરશીપનો ચેક સુપ્રત કરી પ્રોત્સાહીત કરવામાં આવી
પાટણ પ્રજાપતિ સમાજના અને હાલમાં વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં ASI તરીકે ફરજ બજાવતા પરેશભાઈ પ્રજાપતિની દિકરી રીયાએ તાજેતરમાં આયોજિત ૧૦ મીટર એર પિસ્તોલ શુટીંગ માં નેશનલ કોમ્પીટીશનમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં તેઓને ડી.જી.પી. વિકાસ સહાયના વરદ હસ્તે મધ્યસ્થ વેલ્ફેર ફંડમાંથી રૂ.૨ લાખની સ્કોલરશીપનો ચેક સુપ્રત કરી રીયા પ્રજાપતિને પ્રોત્સાહીત કરવામાં આવી હતી. રીયા પ્રજાપતિ હાલમાં NIFT દિલ્હી ખાતે ફેશન ટેકનોલોજીમાં માસ્ટર ડીગ્રી કરે છે. રીયા પ્રજાપતિને તેના પરિવાર સહિત સમગ્ર પ્રજાપતિ સમાજે અભિનંદન પાઠવી તેણીના ઉજજવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યકત કરી છે.
ટેગ્સ:#scholarship#DGP Vikas Sahay#National Competition#Riya Prajapati#air pistol shooting#Central Welfare Fund#NIFT Delhi
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
