પાટણ-ચાણસ્મા હાઇવે માઞૅ પર પડેલ ખાડામાં રીક્ષા પટકાતા પલટી મારી; મહિલા મુસાફર ઘાયલ

રીક્ષામાં સવાર મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાય
પાટણ-ચાણસ્મા હાઈવે માગૅ પર પડેલા ખાડાઓનુ તાત્કાલિક પુરાણ કરાય તેવી માંગ ઉઠી
પાટણ-ચાણસ્મા રોડ પર પડેલા મસમોટા ખાડાઓ ના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સજૉઈ રહ્યા છે ત્યારે સોમવારે આ માગૅ પરથી પસાર થતી એક ઓટો રિક્ષા ખાડામાં પટકાતાં પલટી મારી જતાં રિક્ષામાં બેઠેલ મહિલા મુસાફરને ગંભીર ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. પાટણ ચાણસ્મા હાઈવે માગૅ પર ધણા સમયથી પડેલા મસમોટા ખાડાઓ મામલે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ માર્ગ પરના ખાડાઓને કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે સંબંધિત વિભાગ દ્વારા આ ખાડા પડેલા રોડની તાત્કાલિક રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવે.જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.
ટેગ્સ:#public safety#Emergency Response#Road Safety#Accident Prevention#Infrastructure Issues#Traffic Accidents#Transportation Issues#Injury Report#Patan-Chansma Highway#Local Residents' Concerns#Rickshaw Accident#Pothole Hazards#Road Maintenance Demand#Female Passenger Injured
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
