પાટણ શહેરમાં ગાયત્રી મંદિર રોડ પરની ગંદકીથી રહિશો પરેશાન બન્યા છે ત્યારે આ બાબતે સ્થાનિક અયોધ્યાનગર સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ કચરાનો પોઇન્ટ નથી છતાં લોકો રોજે રોજ આ વિસ્તારમાં કચરો ફેંકતા હોય છે અને આ કચરાને કારણે રખડતાં ઢોરોનો ત્રાસ પણ અસહ્ય બની રહ્યો છે. તો દિવસ દરમ્યાન રોડ ઉપર પડી રહેતા કચરાના ઢગલા ઓના કારણે અડધો રોડ પેક થઈ જાય છે. જેના કારણે સ્થાનિક લોકો ને તેમજ માગૅ પર થી પસાર થતાં લોકો ને પણ અવરજવર કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ત્યારે પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરી સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી છે.
પાટણ શહેરમાં ગાયત્રી મંદિર રોડ પરની ગંદકીથી રહિશો પરેશાન બન્યા..!

ટેગ્સ:#Patan city#Community Concerns#Public Health and Safety#waste management#Urban Infrastructure#Road Obstruction#Stray Cattle Problems#Garbage Issues#Gayatri Temple Road#Ayodhyanagar Society#Local Residents' Complaints#Municipal Cleanliness
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
13 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
13 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
