રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરમાં રખડતા ભૂંડોની સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકા પ્રમુખને રજૂઆત

પાલનપુરમાં રખડતા ભૂંડોની સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકા પ્રમુખને રજૂઆત

કોટ અંદરના વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં ન આવતા ભૂંડોનો ઉપદ્રવ વધ્યો; પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં પારાવાર ગંદકીને લઇ રખડતા ભૂંડનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેમાં તાજેતરમાં ભૂંડે એક મૂકબધિર બાળક પર હુમલો કરી મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને લઈ શહેરમાં ભૂંડની સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકા પ્રમુખ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પાલનપુરમા રખડતા પશુઓની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા જવાબદાર તંત્ર ઉણું ઉતર્યું છે .જે વચ્ચે શહેરમાં વધુ એક ભૂંડોની સમસ્યા સર્જાવા લાગી છે. શેરી મહોલ્લામાં ફરતા ભૂંડ હવે હિંસક બનીને લોકો પર હુમલાઓ કરતા થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં તાજેતરમાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘર આગળ રમી રહેલા એક મૂકબધિર બાળક પર ભુંડે હુમલો કરી મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાં આ બાળકને પ્લાસ્ટિક સર્જરી કરવાની ફરજ પડી હતી. જેને લઇ શહેરમાં ભુંડની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખની સાથે જિલ્લા કલેકટર અને વન વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે.જેમાં કોટ અંદરના વિસ્તારમાં પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં ન આવતા ગંદકીને લઇ ભૂંડોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાના આક્ષેપ કરાયા હતા.

સંબંધિત સમાચાર