રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય23 ડિસેમ્બર, 2025| Super Admin

RBIની ચેતવણી બાદ બેંકોનું ગોલ્ડ લોનમાં સાવચેતીભર્યું વલણ…!!


સોનાની કિંમતોમાં ચાલી રહેલી ભારે અસ્થિરતાને ધ્યાનમાં રાખીને બેંકો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમોમાં કડકાઈ લાવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચેતવણી બાદ ધિરાણકર્તાઓએ સોનાના મૂલ્ય સામે આપવામાં આવતી લોનની મર્યાદા (LTV) ૭૦ – ૭૨%થી ઘટાડીને ૬૦ થી ૬૫% સુધી લાવી છે. પરિણામે, અગાઉ જેટલી લોન સરળતાથી મળતી હતી તે હવે ઓછી મળશે. નાણાકીય સંસ્થાઓ માટે આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સોનાના ભાવમાં ઝડપી વધઘટ છે. આરબીઆઈએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે બુલિયન માર્કેટની અસ્થિરતા બેંકોની નાણાકીય સ્થિતિ માટે જોખમરૂપ બની શકે છે.

જો સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થાય, તો લોનની બાકી રકમ ગીરવે મુકાયેલા સોનાના મૂલ્યથી વધુ થઈ શકે છે, જે ડિફોલ્ટની શક્યતા વધારી શકે છે. અગાઉ જો કોઈ ગ્રાહક એક લાખ રૂપિયાનું સોનું ગીરવે મૂકતો હતો, તો તેને લગભગ ૭૨ હજાર રૂપિયા સુધીની લોન મળતી હતી. પરંતુ નવા નિયમો હેઠળ હવે એટલા જ સોનાના મૂલ્ય સામે માત્ર ૬૦ થી ૬૫ હજાર રૂપિયા મળવાની શક્યતા છે. બેંકો આ પગલાં દ્વારા પોતાના જોખમ વ્યવસ્થાપનને મજબૂત બનાવી રહી છે.  બેંકો માટે ચિંતાનો વિષય માત્ર સોનાના ભાવ જ નથી, પરંતુ લોન લેનારાઓની બદલાતી પ્રોફાઇલ પણ છે.

આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧ પછી ૨૧ થી ૩૦ વર્ષની વયજૂથમાં ગોલ્ડ લોન લેવાનું પ્રમાણ બમણું થયું છે, જ્યારે ૩૧ થી ૪૦ વર્ષની વયજૂથ કુલ ગોલ્ડ લોનમાં આશરે ૪૫% હિસ્સો ધરાવે છે. માર્ચ ૨૦૨૫ પછી ગોલ્ડ લોનમાં વાર્ષિક ધોરણે ૧૦૦%નો ઉછાળો નોંધાયો છે અને ઓક્ટોબર ૨૦૨૫માં ગોલ્ડ લોન બુક રૂ. ૩.૩૭ લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. આટલી ઝડપી વૃદ્ધિ બાદ હવે બેંકો અને એનબીએફસીએ આક્રમક વિસ્તરણને બદલે સ્થિરતા પર ભાર મૂક્યો છે, જેથી માઇક્રોફાઇનાન્સ અને પર્સનલ લોન જેવા ક્ષેત્રોમાં જોવા મળેલા સંકટનું પુનરાવર્તન ટાળી શકાય.



Source link

સંબંધિત સમાચાર