રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 જૂન, 2026| Super Admin

પાલનપુરમાં રિક્ષાચાલકોની રેલી : વિવિધ માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાલનપુરમાં રિક્ષાચાલકોની રેલી : વિવિધ માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં આજે રીક્ષા ચાલકો એ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને રામપુરા ચોકડીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી  હતી. કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરનાર રીક્ષા ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સમસ્યાઓના નિરાકરણની માંગ કરી હતી. રીક્ષા ચાલકોએ માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

86.jpg 245.72 KB
પાલનપુર ખાતે રીક્ષા એસોસિએશનના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો જોડાયા હતા. રીક્ષા ચાલકોએ CNGના સતત વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને રીક્ષા ભાડામાં વધારો કરવાની માંગ કરી હતી. ઉપરાંત, લાઇસન્સ વગર રીક્ષાની પરમીટ આપવાની પ્રક્રિયા બંધ કરવા, શહેરમાં સિટી બસો માટે અલગ સ્ટેન્ડ ફાળવવા અને ગત વર્ષે જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરાયેલા રીક્ષા સ્ટેન્ડો પર થયેલા લારી-ગલ્લાના દબાણ ને દૂર કરીને રીક્ષા ચાલકોને સ્ટેન્ડનો વાસ્તવિક લાભ મળે તેવી રજૂઆત કરી હતી. રીક્ષા ચાલકોનું કહેવું હતું કે CNGના વધતા ભાવને કારણે તેમની આવક પર ગંભીર અસર પડી રહી છે, જ્યારે પાર્કિંગ અને સ્ટેન્ડની સમસ્યાઓને કારણે રોજિંદા વ્યવસાયમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
88.jpg 151.38 KB
રીક્ષા એસોસિએશનના પ્રમુખ સાજીદ મકરાણી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, વર્ષોથી પડતર રહેલી માંગણીઓ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. તેથી આજે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો સરકાર અને તંત્ર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર