રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરની જિલ્લા જેલમાં રક્ષાબંધનની કરાઈ ઉજવણી બહેનોએ રાખડી બાંધતા સર્જાયા લાગણીસભર દ્રશ્યો

પાલનપુરની જિલ્લા જેલમાં રક્ષાબંધનની કરાઈ ઉજવણી બહેનોએ રાખડી બાંધતા સર્જાયા લાગણીસભર દ્રશ્યો
ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમા પવિત્ર રક્ષાબંધન પર્વની આજે પાલનપુરની જીલ્લા જેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહેનોએ કેદીઓને રાખડી બાંધતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર દેશમાં આજે ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમા પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં બહેન ભાઈની રક્ષા માટે ભાઈના હાથે રાખડી બાંધી તેની રક્ષા માટે ની પ્રાર્થના કરતી હોય છે. જેને લઈ આજે પાલનપુર ખાતે આવેલ જીલ્લા જેલ ખાતે જેલમાં સજા ભોગવતા કેદીઓ માટે પણ રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જેલમાં સજા કાપતા કેદીઓને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી મો મીઠું કરાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. જ્યારે જે કેદીઓની બહેનો આવી શકી નથી તે કેદી ભાઈઓ અને જેલના સ્ટાફને બ્રહ્માકુમારી બહેનો સહિતની સંસ્થાઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેમાં પર્યાવરણની રક્ષાનો સંદેશો આપતા ભાઈઓ દ્વારા બહેનોને છોડ આપ્યા હતા. જે છોડ વાવી બહેનો તેનું જતન કરી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે પોતાનું યોગદાન આપશે તેવું જિલ્લા જેલ અધિક્ષક વી.પી.ગોહિલે જણાવ્યું હતું. જેલમાં સજા કાપતા કેદીઓ પણ સામાજિક તાંતણે બંધાઈ રહે અને સમાજમાં તેઓનું પુનઃ સ્થાપન થઈ શકે તે માટે જેલમાં પણ રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી થતી હોય છે.

સંબંધિત સમાચાર