રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 ઑક્ટોબર, 2025| Super Admin

યાત્રાધામ ઢીમાથી થરાદ રોડ પર સીસી રોડની કામગીરી ગોકળગતિએ લોકોમાં ઉગ્ર રોષ

યાત્રાધામ ઢીમાથી થરાદ રોડ પર સીસી રોડની કામગીરી ગોકળગતિએ લોકોમાં ઉગ્ર રોષ
દિવાળી ટાણે જ એક કિમી રોડ પર કપચા પાથરી દેતા રોજ 20થી વધુ વાહનોને પંચર પડે છે દિવાળી પૂર્વે રોડની કામગીરી નહી થતાં શ્રદ્ધાળુઓ સહિત વાહનચાલકોમાં પણ ઉગ્ર રોષ ફેલાયો થરાદથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામને જોડતા રોડનું રૂ.30 કરોડ ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. રોડને 30ફૂટ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે દિવાળી ટાણે 1 કિમી સુધી રોડ પર કપચા નાખવામાં આઅભેપુરાવતાં વાહનચાલકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે તો ઢીમા યાત્રાધામ હોવાથી શ્રદ્ધાળુઓની ભારે અવરજવર રહે છે તો વળી ટાયરમાં કપચાને કારણે રોજ 20થી વધારે નાના મોટા વાહનોને પંચર પડે છે ત્યારે આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં સીસી રોડની કામ ચાલુ નહી કરતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાથી થરાદ જિલ્લા મથકને જોડતા 12 કિમી રોડનું કામ રૂ 30કરોડનાં ખર્ચે બન્ને સાઈડો પહોળી કરીને 30 ફૂટ બનાવવામાં આવી રહ્યો છે જેમાં ઢીમા અભેપુરા ત્રણ રસ્તાથી ઢીમા નર્મદા કેનાલના પુલ સુધી ફોરલાઈન અને બન્ને સાઈડ ગટર બનાવવામાં આવશે. જોકે માર્ગ અને મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા દોઢ માસથી રોડ વચ્ચે કપચા નાખીને સીસી રોડનું કામ નહી કરતાં શ્રદ્ધાળુઓમાં અને વાહનચાલકોમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે સત્વરે સીસી રોડની કામગીરી ચાલુ કરવાની માંગણી ઉઠી છે નાળાની કામગીરીઓ ચાલી રહી છે ડાયવર્જન નહી હોવાને કારણે વાહનવ્યવહારને પણ તકલીફ થાય છે ત્યારે ડાયવર્જન કેમ નહી આપતા હોય જેને લઈને લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભક્તિ રોડની કામગીરીઓ ચાલી રહી છે જોકે અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.જ્યારે આ અંગે કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગતને લઈને લોકોમાં સવાલો ઉઠી રહ્યાં છે. નાળાની કામગીરીઓમાં પણ ભ્રષ્ટાચારની રાવ સિમેન્ટ વગર જ નાળા દેખાય છે સીસી રોડની કામગીરીમાં નાળાની કામગીરીઓ કરી હતી જેમાં માત્ર એક જ દિવસમાં નાળા નાખીને વાહનવ્યવહાર ચાલુ કરાયો હતો અને આર સી સી સિમેન્ટનું કામ પણ બરાબર ન થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર