રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ30 મે, 2026| Super Admin

પાટણમાં વિરોધનો સૂર: પાલિકાના સ્વચ્છતા સર્વે સામે કોંગ્રેસ પ્રમુખે ઉઠાવ્યા સવાલ

પાટણમાં વિરોધનો સૂર: પાલિકાના સ્વચ્છતા સર્વે સામે કોંગ્રેસ પ્રમુખે ઉઠાવ્યા સવાલ

સેનેટરી ઇન્સ્પેકટર કોર્પોરેટરોના ફોન ઊપડતાં ન હોવાનો આક્ષેપ

અધિકારીએ કહ્યું, "કામના ભારણ થી ફોન નથી ઉપાડી શકતો

"પાટણ નગરપાલિકા દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા સર્વે સામે શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય દીપક પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે કર્મચારીઓ માત્ર ફોટો સેશન કરી રહ્યા છે, જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે.

કોંગ્રેસ પ્રમુખે ડોલોનું વિતરણ પૂર્ણ કરવા, દવાનો છંટકાવ કરવા અને જવાબદાર અધિકારીઓ નાગરિકોના ફોન ઉપાડે તેવી માંગ કરી છે.હાલમાં પાટણ નગરપાલિકામાં નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા સર્વેની કામગીરી ચાલી રહી છે. આ સર્વેમાં વોર્ડ ઇન્સ્પેક્ટરોની સૂચનાથી કર્મચારીઓ સોસાયટીઓમાં ઘરે-ઘરે જઈ ભીના અને સૂકા કચરાની તપાસ કરી ફોટા અપલોડ કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખે આ કામગીરીને માત્ર 'વાહ-વાહ' લૂંટવા પૂરતી ગણાવી છે.તેમણે આક્ષેપ કર્યો કે નગરપાલિકા દ્વારા ભીના અને સૂકા કચરા માટે ડોલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે હજુ સુધી તમામ ટેક્સ ભરતા નાગરિકો સુધી પહોંચ્યું નથી. અંદાજે અડધી વસ્તીને જ આ કચરો એકત્ર કરવાની ડોલ મળી છે, જેના કારણે સ્વચ્છતા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે.

વધુમાં, કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી ચોમાસા દરમિયાન સોસાયટી કે મોહલ્લા વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. તેમણે માંગ કરી કે સ્વચ્છતાની કામગીરી માત્ર કાગળ પર કે ફોટા પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રાઉન્ડલેવલે થવી જોઈએ.આ ઉપરાંત, આરોગ્ય શાખાના સેનિટરી ઇન્સ્પેક્ટર પાલ દ્વારા નાગરિકો કે ચૂંટાયેલા કોર્પોરેટરોના ફોન ઉપાડવામાં આવતા ન હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે નાગરિકોની સમસ્યાના નિરાકરણ માટે અધિકારી

ઓએ ફરજિયાત ફોન ઉપાડવા જોઈએ.તેમણે એમ પણ સૂચવ્યું કે સર્વે માટે આવતા કર્મચારીઓ પાસે ઓળખપત્ર હોવા જોઈએ જેથી કોઈ વિવાદ ન થાય. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આ તમામ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરી જનતાને સહયોગ આપવા માટે રજૂઆત કરી છે.આ મામલે પાલિક સેનિટરી ઇન્સ્પેક્ટર અસમાન પાલે જણાવ્યું હતું કે કામગીરીના ભારણ અને કામોમાં વ્યસ્ત હોવાના કારણે સભ્યના ફોન ઉપાડી શકતા નથી.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર