રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ17 એપ્રિલ, 2026| Super Admin

થરાદમાં કોંગ્રેસના ‘લોકશાહી બચાવો’ ધરણાથી રાજકારણ ગરમાયું

થરાદમાં કોંગ્રેસના ‘લોકશાહી બચાવો’ ધરણાથી રાજકારણ ગરમાયું

પ્રાંત કચેરીએ કોંગ્રેસના કાર્યકરોનો જમાવડો, ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ગગનભેદી નારા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દખલનો આક્ષેપ, ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વાવ- થરાદ જિલ્લા મુખ્યાલય થરાદમાં કોંગ્રેસ દ્વારા ‘લોકશાહી બચાવો’ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થરાદ પ્રાંત અધિકારીની કચેરી બહાર યોજાયેલા આ ધરણા કાર્યક્રમમાં વાવ-થરાદ પંથકના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો તેમજ મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધરણા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે વર્તમાન સરકાર દ્વારા લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે અને ભ્રષ્ટ અધિકારીઓ તથા વચેટીયાઓની મિલીભગતથી સામાન્ય જનતાને ન્યાય મળતો નથી.આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને સામાન્ય લોકોના કામો અટકી રહ્યા છે. તેમણે ચૂંટણીમાં દખલ કરનાર ભ્રષ્ટ અધિકારીઓ અને સંબંધિત તત્વોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી.

કોંગ્રેસે ચીમકી આપી છે કે જ્યાં સુધી જનતાને ન્યાય નહીં મળે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. થરાદ પ્રાંત કચેરી બહાર યોજાયેલા આ ધરણાએ સ્થાનિક રાજકારણમાં નવી ચંચળતા લાવી છે અને આગામી સમયમાં રાજકીય અથડામણ વધુ તેજ બનવાના સંકેતો આપી રહી છે.

ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે : કોંગ્રેસ અગ્રણી

 વાવ થરાદ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી ગીતાબેન નાઈ અને પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના ભ્રષ્ટ શાશનથી પ્રજા તોબા પોકારી ઉઠી છે. તેથી ચૂંટણીમાં હાર ભાળી ગયેલ ભાજપે પ્રશાસન અને પોલીસનો દુરુપયોગ કરી લોકશાહીની હત્યા સાથે લોકોનો મતાધિકાર છીનવ્યો છે.જેનો જવાબ પ્રજા ચૂંટણીમાં આપશે. પણ પ્રજાના હિતમાં ભાજપની ભ્રષ્ટ નીતિઓના વિરોધમાં કોંગ્રેસ આંદોલન સાથે હંમેશા અવાજ ઉઠાવતી રહેશે.

ટેગ્સ:#tharad#:Pralay Missile

સંબંધિત સમાચાર