રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 જૂન, 2026| Super Admin

પાટણમાં પોલીસ એક્શન મોડમાં: ગુનાખોરી ડામવા અને ટ્રાફિક નિયમન માટે પોલીસની 'રાત્રી મેગા ડ્રાઇવ'

પાટણમાં પોલીસ એક્શન મોડમાં: ગુનાખોરી ડામવા અને ટ્રાફિક નિયમન માટે પોલીસની 'રાત્રી મેગા ડ્રાઇવ'

શહેરમાં અલગ-અલગ પોઇન્ટ્સ પર ટીમો તૈનાત કરી નંબર પ્લેટ-બ્લેક ફિલ્મ વાહનો સામે કાર્યવાહી

પાટણ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસે રાત્રિ દરમિયાન એક મેગા ડ્રાઇવનું આયોજન કર્યું હતું. શહેરભરમાં એકસાથે વિવિધ પોઇન્ટ્સ પર પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ઝુંબેશને કારણે નિયમભંગ કરનારા વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓમાં દોડધામ મચી ગઈ હતી.પાટણ શહેર પોલીસે ગુનાખોરી નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ સરપ્રાઈઝ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. નિયમિત ચેકિંગથી વિપરીત, આ ઓપરેશન માટે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં એક સાથે ટીમો ગોઠવીને નાકાબંધી કરવામાં આવી હતી. આ મેગા ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ ગુનાહિત તત્વો પર અંકુશ લગાવવાનો હતો. આ ઝુંબેશ હેઠળ નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા વાહનો અને કાચ પર બ્લેક ફિલ્મ ધરાવતી ગાડીઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.પોલીસ અધિકારીઓએ રાત્રિના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારા વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવા માટે કડક ચેકિંગના આદેશ આપ્યા હતા. 

તમામ પોઇન્ટ્સ પર તૈનાત પોલીસ કર્મચારીઓએ શંકાસ્પદ વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને વધુમાં વધુ કેસ દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી.સમગ્ર પાટણ શહેરમાં એક સાથે શરૂ કરાયેલી આ આકસ્મિક કાર્યવાહીથી વાહનચાલકો અને અસામાજિક તત્વોમાં દોડધામ મચી ગઈ હતી.પોલીસની ટીમોએ વિવિધ વિસ્તારોમાં કોર્ડન કરીને વાહનોના જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી.આ ઓપરેશન દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા અનેક વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. નિયમ વિરુદ્ધના વાહનો સામે કાયદાકીય કલમો હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર