રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ7 મે, 2026| Super Admin

ક્રિકેટ સટ્ટા પર પોલીસની ગાજ: પાટણમાંથી આઈપીએલ પર જુગાર રમાડતો ઇસમ ઝડપાયો

ક્રિકેટ સટ્ટા પર પોલીસની ગાજ: પાટણમાંથી આઈપીએલ પર જુગાર રમાડતો ઇસમ ઝડપાયો

પાટણ શહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. બગવાડા દરવાજા નજીક આવેલી એક દુકાન પાસેથી મોબાઈલ આઈડી દ્વારા સટ્ટો રમાડતા આરોપી પાસેથી પોલીસે કુલ રૂ. 11,100 નો મુદ્દામાલ જપ્ત કરી  પોલીસે તેની સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

 તે દરમિયાન બાતમી મળી હતી કે, બસ સ્ટેશન સામે આવેલ ન્યુ વિધ્ય પેપર નામની દુકાન પાસે એક શખ્સ એન્ડ્રોઈડ મોબાઈલમાં આઈડી વડે ટાટા આઈપીએલ ટ્રોફીની સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા હિતેશ જયંતિલાલ પટેલ (રહે. સુવિધીનાથ સોસાયટી, કાળકા રોડ, પાટણ) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે આરોપીના મોબાઈલની તપાસ કરતા તેમાં 'Thetiger247.com' નામની સાઈટ ખુલેલી જોવા મળી હતી, જેમાં યુઝરનેમ ‘Bnk321’ થી લોગીન થયેલું હતું. આ આઈડીમાં બેલેન્સ તરીકે રૂ. 32000.60 દર્શાવતા હતા અને ચાલી રહેલી ક્રિકેટ મેચના સેશન્સ પર સટ્ટાના આંકડા લગાડેલા જોવા મળ્યા હતા. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે બે મહિના અગાઉ ગુગલ ક્રોમમાં જાહેરાત જોઈ આ આઈડી ઓનલાઈન મેળવી હતી.

પોલીસે આરોપી પાસેથી રૂ. 10,200 ની કિંમતનો ઓપો રેનો-7 5G મોબાઈલ ફોન, 900 ની રોકડ રકમ અને સટ્ટાના લખાણવાળા 4 સ્ક્રીનશોટ પેજ મળી કુલ રૂ. 11,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર