રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત17 સપ્ટેમ્બર, 2025| Super Admin

પ્રધાનમંત્રી ૨૦ સપ્‍ટેમ્‍બરના રોજ ભાવનગરની મુલાકાતે : ૧.પ લાખ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી ૨૦ સપ્‍ટેમ્‍બરના રોજ ભાવનગરની મુલાકાતે : ૧.પ લાખ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
ગુજરાતના બંદરો અને દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ઔદ્યોગિક ક્રાંતિ આવશે અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશેઃ ભાવનગર માટે આ કાર્યક્રમ ઐતિહાસિક બની રહેશેઃ ગુજરાતના દરિયાકાંઠાના વિકાસમાં એક નવું સીમાચિન્‍હ સ્‍થાપિત કરશે ૨૦ સપ્‍ટેમ્‍બરે વિવિધ પ્રોજેક્‍ટ્‍સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશેઃ રાજ્‍યના દરિયાઈ ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ આકર્ષિત કરવા માટે ચાર મહત્‍વપૂર્ણ એમઓયુ પર હસ્‍તાક્ષર કરશે ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને નવી દિશા આપવા માટે, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી આગામી ૨૦ સપ્‍ટેમ્‍બરના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, તેઓ દરિયાઈ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા, રોજગારીની નવી તકો ઊભી કરવા અને ભારતના દરિયાકાંઠાના અર્થતંત્રને સશક્‍ત બનાવવાના ઉદ્દેશ્‍ય સાથે રૂ. ૧.૫ લાખ કરોડ (દોઢ લાખ કરોડ રૂપિયા) થી વધુના પ્રોજેક્‍ટ્‍સ અને એમઓયુ (સમજૂતી કરાર) નું લોકાર્પણ અને શિલાન્‍યાસ કરશે. સાગરમાલા ૨.૦ યોજનાઃ રૂ. ૭૫,૦૦૦ કરોડ (પંચોતેર હજાર કરોડ રૂપિયા), ર્ં શિપબિલ્‍ડિંગ નાણાકીય સહાય યોજનાઃ રૂ. ૨૪,૭૩૬ કરોડ (ચોવીસ હજાર સાતસો છત્રીસ કરોડ રૂપિયા) મેરીટાઇમ ડેવલપમેન્‍ટ ફંડઃ રૂ. ૨૫,૦૦૦ કરોડ (પચીસ હજાર કરોડ રૂપિયા), શિપબિલ્‍ડિંગ ડેવલપમેન્‍ટ સ્‍કીમઃ રૂ. ૧૯,૯૮૯ કરોડ (ઓગણીસ હજાર નવસો નેવ્‍યાસી કરોડ રૂપિયા) આ કાર્યક્રમ ભાવનગર માટે ઐતિહાસિક બની રહેશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિકાસમાં એક નવું સીમાચિન્‍હ સ્‍થાપિત કરશે. ગુજરાતના દરિયાઈ ક્ષેત્રે રોકાણનો ધોધઃ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા રૂ. ૧૮,૩૬૭ કરોડના એમઓયુ પર હસ્‍તાક્ષર કરાશે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ  મોદીની ભાવનગર મુલાકાત દરમિયાન, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) રાજ્‍યના દરિયાઈ ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ આકર્ષિત કરવા માટે ચાર મહત્‍વપૂર્ણ સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્‍તાક્ષર કરશે. આ એમઓયુ થકી કુલ રૂ. ૧૮,૩૬૭ કરોડનું રોકાણ કરવામાં આવશે. શિપબિલ્‍ડિંગ અને રિપેરઃ એક્‍ટ ઇન્‍ફ્રા સાથે રૂ. ૨,૪૦૦ કરોડ (બે હજાર ચારસો કરોડ રૂપિયા) ના કરાર કરવામાં આવશે. નવું શિપયાર્ડઃ ચોગુલે ગ્રુપ દ્વારા રૂ. ૬,૩૦૦ કરોડ (છ હજાર ત્રણસો કરોડ રૂપિયા) ના ખર્ચે નવા શિપયાર્ડની સ્‍થાપના કરવામાં આવશે. મેરીટાઇમ ક્‍લસ્‍ટરઃ સોસિયા સાથે મળીને રૂ. ૯,૦૦૦ કરોડ (નવ હજાર કરોડ રૂપિયા) ના ખર્ચે એક વિશાળ મેરીટાઇમ ક્‍લસ્‍ટર વિકસાવવામાં આવશે.  શિપ સોલ્‍યુશન્‍સઃ મોડેસ્‍ટ ઇન્‍ફ્રા દ્વારા રૂ. ૬૬૭ કરોડ (છસો સડસઠ કરોડ રૂપિયા) નું રોકાણ કરવામાં આવશે. આ રોકાણોથી ગુજરાતના બંદરો અને દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ઔદ્યોગિક ક્રાંતિ આવશે અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે.  

સંબંધિત સમાચાર