રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય15 મે, 2025| Super Admin

પીએમ મોદીનું ૨૫ મેના રોજ એનડીએ શાસિત રાજ્‍યોને તેડું

પીએમ મોદીનું ૨૫ મેના રોજ એનડીએ શાસિત રાજ્‍યોને તેડું
ઓપરેશન સિંદૂર વિશે ચર્ચાની શકયતાઃ નીતીશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત અજિત પવાર અને એકનાથ શિંદે પણ હાજર રહેશે ; પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ૨૫ મેના રોજ એનડીએના તમામ મુખ્‍ય પ્રધાન અને ઉપ મુખ્‍ય પ્રધાનની મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં બિહારના મુખ્‍ય પ્રધાન નીતીશ કુમાર, આંધ્ર પ્રદેશના મુખ્‍ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ આવવાની સંભાવના છે. આ ઉપરાંત મહારાષ્‍ટ્રથી અજિત પવાર અને એકનાથ શિંદે પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્‍યા મુજબ, આ મીટિંગમાં પીએમ મોદી ઓપરેશન સિંદૂર વિશે જાણકારી આપશે. ઉપરાંત રાજકીય સ્‍થિતિ પર પણ ચર્ચા થઈ શકે છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્‍તાન સાથે સંઘર્ષ અને બાદમાં યુદ્ધવિરામ થવાથી એક વર્ગ નિરાશ હોવાનું કહેવાય છે. જેને લઈ ભાજપનું નેતળત્‍વ ગંભીર છે. આ સ્‍થિતિમાં એનડીએના સાથીઓને વિશ્વાસમાં લેવા આ બેઠક બોલાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની સાથે ગળહ પ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ જેવા સીનિયર નેતાઓ પણ ઉપસ્‍થિત રહેશે. આ બંને નેતાઓ ઓપરેશન સિંદૂરને લઈ માહિતી આપશે તેમ માનવામાં આવે છે. આપરેશન સિંદૂરને ભારતીય સુરક્ષા દળની જીત તરીકે પ્રોજેક્‍ટ કરવામાં આવે અને આ મુદ્દે કોઈપણ રાજનીતિથી બચવાની સલાહ પીએમ મોદીએ આપી છે. તેમણે કેબિનેટ મીટિંગમાં પ્રધાનોને આ મામલે ટિપ્‍પણી કરવાથી બચવા કહ્યું હતું.પીએમ મોદી ઓપરેશન સિંદૂરને લઈ રાજકીય વાદ-વિવાદ ન થાય તેને લઈ સતર્ક છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા પ્રાદેશિક સ્‍તરે આ અંગે સૂચના આપવામાં આવી છે. ભાજપે કાર્યકર્તાઓને ઓપરેશન સિંદૂર માત્ર આતંકી ઠેકાણાને નાશ કરવા માટે હતું તેમ જણાવ્‍યું છે

સંબંધિત સમાચાર