રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ4 મે, 2025| Super Admin

પાટણ જીલ્લાના સાંતલપુર સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમતા લોકો

પાટણ જીલ્લાના સાંતલપુર સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમતા લોકો
પાટણના સરહદી વિસ્તારમાં પાણી માટે રઝળપાટ કરતી મહિલાઓ ને જોતા હર ઘર નલ સે જલની યોજના કાગળ પર હોવાની અનુભૂતિ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થી જ પીવાના પાણીની પારાયણ ઉભી થવા પામી છે. સાંતલપુર ના એવાલ, મઢુત્રા સહિતના ગામોમાં છેલ્લા એકાદ મહિનાથી પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ના છુટકે પીવાનું પાણી મેળવવા લોકોને મોંઘા દામ ચુકવી પીવાનું પાણી બહાર થી લાવવા મજબૂર બનવું પડી રહ્યું છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવતા અને છેવાડા ના ગામ એવાલ ના લોકો પીવાનું પાણી વેચાતું લઈ પીવા મજબૂર બન્યા છૅ ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની વ્યવસ્થા નહીં કરતા લોકો ની મુશ્કેલીઓ વધી છે. પીવાના પાણી માટે પાટણના સરહદી ગામોની મહિલાઓ બે-બે કિલોમીટર રઝળપાટ કરી માંડ માંડ બે બેડા પાણી મેળવી રહી છે જેના કારણે પૂરતું પાણી મેળવવા લોકોને રૂ. 1200  થી 1500 રૂપિયા ખર્ચ કરીને ટેન્કર મંગાવવાની ફરજ પડી છે. પાણી પુરવઠા વિભાગ ઉનાળાની સીઝનમાં જ લોકોને પુરતું પાણી ન પહોંચાડી શકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીના ટેન્કરની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા લોકોની માંગ પ્રબળ બની છે. પાટણ પંથકના સરહદી વિસ્તારમાં પાણી માટે રઝળપાટ કરી રહેલી મહીલાઓના દ્રશ્યો જોતા સરકારની હર ધર નલ સે જલ યોજના સરહદી વિસ્તારમાં ફકત કાગળો પર હોય તેવી પ્રતીતિ થવા પામી છે.

સંબંધિત સમાચાર